SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક (૧૩) શ્રી ઈલાચીકુમારની સઝાય , ( રાગ-ગર્વ ન કરશો ગાત્રનાં ) નામ એલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર; નટડી દેખીને મોહીયો, નવિ રાખ્યું ઘરસૂત્ર. કર્મ0 ૧ કર્મ ન છૂટે રે પ્રાણિયા, પૂરવ નેહ વિકાર; નિજકુળ છંડી રે નટ થયો, નાણી શરમ લગાર કર્મ૦ ૨ માતા પિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત; પુત્ર પરણાવું રે પદ્મણી, સુખ વિલસો દિનરાત કર્મ૦ ૩ કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેપ; નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખોયા રે લેખ. કર્મ૦ ૪ એક પુર આવ્યો નાચતો, ઉંચો વંશ વિશેષ; તિહાં રાય જોવાને આવ્યા, મળિયા લોક અનેક. કર્મ) ૫ ઢોલ બજાવે નટવી, ગાવે કિન્નર સાદ; પાય તળે ઘુઘરા ઘમઘમે, ગાજે અંબર નાદ. કર્મ૦ ૬ દોય પગ પહેરી રે પાવડી, વંશ ચાલ્યા ગજગેલ; નોંધારો થઈ નાચતો, ખેલે નવનવા ખેલ. કર્મ૦ ૭. નટડી રંભા રે સારિખી, નયણે દેખે રે જામ; જો અંતેઉરમાં એ રહે, જનમ સફળ મુજ તામ. કર્મ, ૮ ઈમ તિહાં ચિંતે રેભૂપતિ, ઉધ્યો નટવીની સાથ; જો નટ પડે રે નાચતો. તો નટડી કરૂં મુજ હાથ. કર્મ0 ૯ કર્મ વગેરે હું નટ થયો, નાચું છું નિરાધાર; મન નવિ માને રે રાયનું, તો શું કરવો વિચાર. કર્મ૧૦ દામ ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વંછું રાયનું, રાય વંછે મુજ ઘાત. કર્મ0 ૧૧ દાન લહું જો રાયનું તો મુજ જીવિત સાર; ઈમ મનમાંહે રે ચિંતવી, ચઢિયો ચોથી રે વાર. કર્મ૦ ૧૨ ३८४
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy