________________
--
-
-
---
પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ સોના સરિખા વાળ તારા, કંચનવરણી કાયા રે; એવી કાયા એક દિન, થાશે ધૂળધાણી રે. ચિરંજીવો૦ ૭ સંજમ ખાંડા ધાર, તેમાં નથી જરા સુખ રે, બાવીશ પરિસહ જીતવા. એ છે અતિ દુક્કર રે. ચિરંજીવો૦ ૮ દુખથી ભરેલો દેખું સંસાર અટારો રે; કાયાની માયા જાણી, પાણીનો પરપોટો રે. ચિરંજીવો૯ જાદવ કૃષ્ણ કહે, રાજ્ય વીરા કરો રે; હજારો હજાર ઉભા સેવક, છત્ર તુમને ઘરે રે. ચિરંજીવો ૧૦ સોનાની થેલી કાઢો, ભંડારી બોલાવો રે; ઓઘા પાતરા વીરા લાવો, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો૦ ૧૧ રાજ્ય પાટ વીરા હવે, સુખે તમે કરો રે; દીક્ષા આપો મને ને, છત્ર તમે ધરો રે. ચિરંજીવો ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કરે, દીક્ષા દીયે આપે રે; દેવકી કહે વીરા, સંજમે ચિત્ત સ્થાપો રે. ચિરંજીવો. ૧૩ મુજને તજીને વીરા, અવર માતા ને કીજે રે, કર્મ ખપાવી ઈહ સર્વ, વેલી મુક્તિ લેજે રે. ચિરંજીવો૦ ૧૪ કુંવર અંતેરિ મેલી, સાધુ વેષ લીધો રે; ગુરુ આજ્ઞા લઈને, સ્મશાને કાઉસ્સગ્ગ કીધો રે. ચિરંજીવો૦ ૧૫ જંગલમાં જમાઈ જોઈને, સોમિલ સસરો કોપ્યો રે; ખેરના અંગારા લેઈને મસ્તકે ઠવ્યા રે. ચિરંજીવો ૧૬ | મોક્ષ પાઘ બંધાવી, સસરાને દોષ નવિ દીધો રે; • - વેદના અનંત સહી, સમતા રસ પીધો રે. ચિરંજીવો૦ ૧૭ ધન્ય જન્મ ઘર્યો તુમે, ગજસુકુમાલ રે; કર્મ ખપાવી તુમે, હઈડે ઘરી હામ રે. ચિરંજીવો. ૧૮ વિનયવિજય કહે, એવા મુનિને ધન્ય રે, કર્મનું બીજ બાળી, જીતી લીધું મન રે. ચિરંજીવો૦ ૧૯
-
-
૩૮૩