________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અવતારો જી. અરણિક૭ ૪. ચંદ્રવદનીએ ચારિત્રથી ચુકવ્યો, સુખ વિલસે દિન રાતો જી; બેઠો ગોખે રે રમતો સોગઠે, તવ દીઠી નિજ માતો જી અરણિક૫. અરણિક અરણિક કરતી મા ફિરે, ગલીએ ગલીએ બજારો જી; કહો કેણે દીઠો રે મ્હારો અરણિઓ, પૂછે લોક હજારો જી. અરણિક દ કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારો જી; ધિ ધિમ્ વિષયા રે મ્હારા જીવને મેં કીધો અવિચારો જી; અરણિક૦ ૭. ગોખથી ઉતરી રે જનનીને પાય પડ્યો, મન શું લાજ્યો અપારો જી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારો જી. અરણિક૭ ૮. એમ સમજાવી રે પાછો વાળીઓ, આણ્યો ગુરુની પાસો જી; સગુરુ દીએ રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસો જી. અરણિક૦ ૯ અગ્નિ ધિખતી રે શિલા ઉપરે, અરેણિકે અણસણ કીધાં છે; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરુ, જેણે મનવાંછિત લીધાં છે. અરણિક૦ ૧૦.
E (૧૨) શ્રી ગજસુકુમાલની સઝાય 5 સોના કેરા કાંગરા ને રૂપા કેરો ગઢ રે, કૃષ્ણજીની દ્વારિકામાં જોયાની લાગી રઢ રે; ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાલ રે, પુરા પુન્ય, પામીયાર૦ ૧ નેમિનિણંદ આવ્યા, વંદન આવ્યા ભાઈ રે; ગજસુકુમાલ વીરા સાથે બોલાઈ રે. ચિરંજીવો૦ ૨ વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે; શ્રી જૈનધર્મ વિના સાર છે શેમાં રે. ચિરંજીવો ૩ ઘેર આવી એમ કહે, રજા દિયો માતા રે; સંયમ સુખ લહું, જેથી પામું સુખશાતા રે. ચિરંજીવો. ૪ કુંવરની વાણી સુણી, મૂચ્છી માડી રે; કુંવર કુંવર કેતા નથી, માતા આંખે પાણી રે. ચિરંજીવો૫ હૈડાનો હાર વીરા, તો નવિ જાય રે; દેવનો દીધેલો તુજ વિના, સુખ નવિ થાય રે. ચિરંજીવો૦ ૬
૩૮૨