SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોમૃત સજ્ઝાય સંગ્રહ ઉચ્ચરે તો વીત્યું છે ચોમાસું જો, આણ લઈને આવ્યા ગુરુની પાસે જો; શ્રુતનાણી કહેવાણા ચૌદપૂર્વી જો. પૂર્વી થઈને તાર્યા પ્રાણી થોક જો, ઉજ્જવળ ધ્યાને તેહ ગયા દેવલોક જો; પભ કહે નિત્ય તેહને કરીએ વંદના જો. ૧૭ ૧૬ ૬ (૧૦) શ્રી મેઘકુમારની સજ્ઝાય ધારણી માનવે રે મેઘકુમારને રે તું મુજ એકજ પુત્ર; તુવિણ જાયા રે ! સુના મંદિર માળીયા રે, રાખો રાખો ઘરતણા સૂત્ર. ધારણી૦ ૧. તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકુમાર; મલપતિ ચાલે રે જેમ વન હાથણી રે, નયન વયણ સુવિશાળ. ધારણી૦ ૨. મુજ મન આશા રે પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહુનાં રે બાળ; દેવ અટારો રે દેખી નવિ શક્યો રે, ઉપાયો એહ જંજાળ. ધારણી૦ ૩. ધન કણ કંચન રે ઋદ્ધિ ઘણી અછે રે, ભોગવો ભોગ સંસાર; છતી ૠદ્ધિ વિલાસો રે જાયા ઘર આપણે રે, પછી લેજો સંયમભાર. ધારણી૦ ૪ મેઘકુમારે રે માતા બુઝવીરે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિવિમળ રે ઈણ પરે ઉચ્ચરે રે, પહોંતી મ્હારા મનડાની આશ. ધારણી૦ ૫. ૬ (૧૧) શ્રી અરણિક મુનિની સજ્ઝાય અરણિક મુનિવર ચાલ્યા ગૌચરી, તડકે દાઝે શીશો જી; પાય અડવાણે રે વેળું પરજળે, તન સુકુમાળ મુનીશો જી. અણિક૦ ૧. મુખ કરમાણું ને માલતી ફુલ જ્યું, ઉભો ગોખની હેઠે જી; ખરે બપોરે રે દીઠો એકલો, મોહી માનિની દીઠો જી. અરણિક૦ ૨. વયણ રંગીલી રે નયણે વીંધીયો, ઋષિ થંભ્યો તેણે ઠાણો જી; દાસીને કહે જા રે ઉતાવળી ઋષિ તેડી ઘર આણો જી,અરણિક૦ ૩. પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, વોહરો મોદક સારો જી; નવયૌવન રસ કાયા કાં દહો, સફળ કરો ૩૮૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy