________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા હે નાથ ! નિર્મળ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં, તોએ રહ્યા ગુણ ઓપતા મુજ ચિત્તરૂપી સુક્તિમાં; અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવીને ઉદ્યોતને કરતો નથી. ૧૯ આત્મા તણા આનંદમાં મશગુલ રહેવાને ઈચ્છતો, સંસારના દુઃખ દર્દથી ઝટ છૂટવાને ઈચ્છતો; આપો અનુપમ આશરો હે દીનબંધુ દેવ છો, શરણે આવ્યો આપના તારો પ્રભુ તારો મને. ૨૦ પ્રભાતે હું વંદુ ઋષભજિન ને શાંતિપ્રભુને, શિવાદેવીજાયા શિવસુખકરા નેમિનિને; વળી વામાનન્દા વિપદ હરતા પાર્થ પ્રભુને, નમું માંગલ્યાર્થે જિનવર મહા-વીર વિભુને. ૨૧ ગયા ગંગા તીરે અવધિ બળથી નાગ બળતો, દીઠો દીધી શિક્ષા ભવિકજનને ક્રોધ કરતો; નિયાણું બાંધી તે મારી કમઠ થઈ કષ્ટ કરતો, કરૂણા વારિઘે! લળી લળી નમું વાર શતસો. ૨૨ હે પ્રભો! આનંદ દાતા જ્ઞાન હમકો દીજીયે, શીધ્ર સારે અવગુણો કો દૂર હમસી કીજીયે; લીજીયે હમકો શરણમેં હમ સદાચારી બને, બ્રહ્મચારી ધર્મરક્ષક વીરવ્રતધારી બનેં. ૨૩ જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે; પિયે મુદા વાણી સુધા તે કર્ણ યુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિષદ ધરે, તે હૃદયને નિત ધન્ય છે. ૨૪ હે ત્રણ ભુવનના નાથ મારી, કથની જઈ કોને કહું, કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું તું મોક્ષની મોજારમાં, હું દુઃખ ભર્યા સંસારમાં, જરા સામું પણ જુવો નહીં તો, ક્યાં જઈ કોને કહું. ૨૫
૧૦