________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
E (૫) શ્રી મરૂદેવીમાતાની સઝાય ક
(રાગ-વીર કહે ગૌતમ સુણો). મરૂદેવી માતા રે એમ ભણે, ઋષભજી આવોને ઘેર રે, હવે મુજને ઘડપણ છે ઘણું, મળવા પુત્ર. વિશેષ રે. ૧૦ ૧ વચ્છ તુમે વનમાં જઈ શું વસ્યા, તમારે ઓછું શું આજ રે; સર્વે ઈન્દ્રાદિક દેવતા, સાધ્યા ષટખંડ રાજ રે. મ૦ ૨ સાચું સગપણ માતાનું, બીજા કારમાં લોક રે; રડતાં પડતાં મેલો નહિ, હૃદય વિમાસીને જોય રે. મ૦ ૩ ઋષભજી આવી સમોસર્યા, વિનિતા નગરી મોઝાર રે; હરખે દેવે રે વધામણાં, ઉઠી કરૂં રે હુલ્લાસ રે. મ0 ૪ આઈ બેઠા ગજ ઉપરે, ભરતજી વાંદવા જાય રે; દૂરથી વાજાં રે વાગ્યાં, હૈડે હરખ ન માય રે. મ૦ ૫ હરખના આંસુ રે આવીયાં, પડલ તે દુર પલાય રે, પરખદા દીઠી રે. પુત્રની, ઉપનું કેવલજ્ઞાન રે. મ૦ ૬ ધન્ય માત ધન્ય બેટડો, ધન્ય તેનો પરિવાર રે; વિનયવિજય ઉવજઝાયનો, વર્યો છે જય જયકાર રે. મ૦ ૭.
EE (૬) શ્રી બાહુબલિજીની સઝાય , રાજતણા અતિ લોભિયા, ભરત બાહુબળિ ઝુઝે રે; મુઠી ઉપાડી રે મારવા, બાહુબળિ પ્રતિબુઝે રે; વીર મોરા ગજથકી ઉતરો, ગજ ચર્થે કેવળ ન હોયરે. વીરા) ૧ ઋષભદેવ તિહાં મોકલે, બાહુબળિજીની પાસ રે; બંધવ ગજ થકી ઉતરો, બ્રાહ્મી સુંદરી એમ ભાખે રે. વીરા૦ ૨ લોચ કરીને ચારિત્ર લીયો, વળી આવ્યો અભિમાન રે; લઘુ બંધવ વાંદું નહીં, કાઉસ્સગ્ગ રહ્યા શુભ ધ્યાન રે. વીરા૦ ૩ વરસ દિવસ કાઉસ્સગ્ગ રહ્યા, શીત તાપથી સૂકાણાં રે; પંખીડે માળા ઘાલીયા, વેલડીએ વીંટાણા રે. વીરા૪
(૩૭)