SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ દેખી જવલા વિષ્ટમાં જી, મન લાજ્યો સોનાર; ઓઘો મુહપત્તિ સાધુના જી, લેઈ થયો અણગાર. મેતારજ૦ ૧૩ આતમ તાર્યો આપણો જી, થિર કરી મનવચકાય; રાજવિજય રંગે ભણે છે, સાધુ તણી એ સઝાય. મેતારજ૦ ૧૪ 5 (૪) શ્રી મદનમંજૂષાની સજઝાય - (રાગ - રે જીવ જિન ધર્મ કીજીએ) વહાણમાં રોવે મદનમંજૂષા, કરે અતિશય વિલાપ; પિયુજી પિયુજી જપતી રહે, ધરતી મનમાં સંતાપ. વહાણ૦ ૧ મધ્ય દરીયે વહાણ આવતું. ઉદય આવ્યા સર્વેપાપ; પડતા પિયુજી સમુદ્રમાં, અબળા થઈ આપોઆપ. વહાણ૦ ૨ ખરો વેરી થયો વાણિયો, જેણે કીધો કાળો કેર; નિરાધાર કીધી મુજને, લીધું ક્યા ભવનું વેર. વહાણ૦ ૩ મુજ રૂપે મોહ્યો વાણિયો, કુબુદ્ધિનો કરનાર; કાળી રાતે મુજ કંથને, નાખ્યા સમુદ્ર મજાર. વહાણ૦ ૪ ઉચું આભ નીચું નીર છે, તેમાં અંધારી રાત; નજરે ન દેખું મારા નાથને, પડ્યા સમુદ્ર વિઘાત. વહાણ૦ ૫ દૂર રહ્યા પિયર સાસરા, મેલી ગયો ભરથાર; પિયુજી વિના મારું કોઈ નહિ, જગન્નાથ આધાર. વહાણ૦ ૬ કુશળ હોજો મારા નાથને, છો પ્રભુ દીન દયાળ; વેળા પડી વિષમ વાટની, હું છું અજ્ઞાની બાળ. વહાણ૦ ૭. અન્નજળ લેવા આજથી, મારે છે પચ્ચખાણ; ધ્યાન ધરું જિનરાજનું, કર મારી સંભાળ. વહાણ૦ ૮ હીરવિજય ગુરુ હીરલો, વીરવિજય ગુણ ગાય; લબ્ધિવિજય ગુરુ રાજીયો, એના નામે જયકાર. વહાણ૦ ૯ ૩૭૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy