________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૩) શ્રી મેતારજ મુનિની સજ્ઝાય
(જીવ રે તું શિયળ તણો કર સંગ-એ દેશી)
સમ, દમ ગુણના આગરુજી, પંચ મહાવ્રત ધાર, માસ ખમણને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર; મેતારજ મુનિવર, ધનધન તુમ અવતાર. આંકણી ૧ સોની ને ઘેર આવીયા જી, મેતારજ ઋષિરાય; જવલાં ઘડતો ઉઠીયો જી, વંદે મુનિના પાય. મેતારજ૦ ૨
આજ ફળ્યો ઘેર આંગણે જી, વિણ કાળે સહકાર; લ્યો ભિક્ષા છે, સુઝતી જી, મોદક તણોએ આહાર મેતારજ૦
કૌંચજીવ જવાલાચણ્યો જી, વહોરીવળ્યા ઋષિરાય સોની મન શંકા થઈ જી, સાધુ તણાં એ કામ મેતારજ૦ ૪ રીસ કરી ૠષિને કહે જી, ઘો જવલા મુજ આજ; વાધર શીશે વીટીયું જી, તડકે રાખ્યા મુનીરાજ. મેતારજ૦ ૫ ફટ ફટ ફુટે હાંડકાં જી, તડ તડ ત્રુટે છે ચામ;
સોનીડે પરિષહ દીયો જી, મુનિ રાખ્યો મનઠામ. મેતારજ૦૬
એહવા પણ મ્હોટા યતિ જી, મન ન આણે રે રોષ; આતમ નિંદે આપણો જી, સોનીનો શો દોષ. મેતારજ૦૭
ગજસુકુમાર સંતાપીયા જી, બાંધી માટીની પાળ; ખેર અંગારા શિર ધર્યા જી, મુગતે ગયા તતકાળ. મેતારજ૦ ૮ વાઘણે શરીર વલૂરીયું જી, સાધુ સુકોશલ સાર; કેવળ લઈ મુગતે ગયાજી, ઈમ અરણિક અણગાર. મેતારજ૦ ૯
પાલક પાપી પીલિયા જી, ખંઘકસૂરિના શિષ્ય; અંબડ ચેલા સાતસે જી, નમો નમો તે નિદિન. મેતારજ૦ ૧૦
એહવા ઋષિસંભારતાં જી, મેતારજ ઋષિરાય; અંતગડ હુવા કેવળી જી, વંદેમુનિના પાય. મેતારજ૦ ૧૧
ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તિણિવાર; ધબકે પંખી જાગીયોજી, જવલા કાચાતિણેસાર. મેતારજ૦ ૧૨
૩૭૪