________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
રાચું આ સંસારમાં. ૫. હાંરે માજી નરક નિગોદમાં હું ભમ્યો, અનંતી-અનંતી વાર; માડી મોરી રે, છેદન ભેદન મેં ત્યાં સહ્યાં, તે કહેતાં નાવે પાર, માડી મોરી રે, હવે હું નહિ રાચું આ સંસારમાં. ૬. અરે જાયા તુજને પરણાવી પાચસે નારીઓ, રૂપે અપસરા સમાન, જાયા રે મોરા રે; ઉંચા કુલમાં ઉપની, રહેવા પાંચસે મહેલ, જાયા રે મોરા રે. તુજ૦ ૭ હાંરે માડી રે ઘરમાં જો એક નીકળી નાગણી; સુખે નિદ્રા ન આવે લગાર, માડી રે મોરી રે, પાંચસે નાગણીઓમાં કેમ રહું, મારૂ મન આકુલવ્યાકુલ થાય, માડી રે મોરી રે હવે૦ ૮. હાંરે ૨ે જાયા આટલા દિવસ તે જાણતી, રમાડીસ વહુના રે બાળ, જાયા મોરા રે, દેવ અટારો હવે આવીયો, તું તો લે છે સંજમભાર, જાયા રે મોરા રે, તુજ વિના ઘડી એક ન વિસરે. ૯. હાંરે માજી મુસાફર આવ્યો કોઈ પરૂણલો, ફરી ભેગો થાય ના થાય, માડી રે મોરી રે; એમ મનુષ્ય ભવ પામવો દોહિલો, ધર્મ વિના દુર્ગતિ જાય, માડી રે મોરી રે, હવે નહિ રાચું આ સંસારમાં. ૧૦. હવે પાંચસે વહુરો એમ વિનવે, તેમાં વડેરી કરે રે જવાબ; વ્હાલમ મોરા રે, તુમ તો સંજમ લેવા સંચર્યા, સ્વામી અમને કોનો છે આધાર; વ્હાલમ મોરારે, વ્હાલમ વિના કેમ રહી શકું. ૧૧. હાંરે માજી માતાપિતા ભાઈ-બેનડી; નારી-કુટુંબ ને પરિવાર; માડી રે મોરી રે, અંત વેલાએ સહુ અળગા રહે, એક જિનધર્મ તરણ તારણહાર; માડી રે મોરી રે, હવે હું નહિ રાચું આ સંસારમાં. ૧૨. હાંરે માજી કાચી કાયા તે કારમી, ચડી પડી વિણસી જાય; માડી રે મોરી રે, જીવડો જાય ને કાયા પડી રહેશે, મુવા પછી કરે બાળી રાખ; માડી રે મોરી રે; હવે હું નહિ રાચું આ સંસારમાં. ૧૩. હવે માતા ધારણી એમ ચિંતવે, આ પુત્ર નહિ રહે રે સંસાર; ભવિકજનો રે; એક દિવસ રાજ્ય ભોગવ્યું, લીધો સંજમ શ્રી મહાવીરસ્વામીની પાસ; ભવિકજનો રે, સોભાગી કુંવરે સંજમ આદર્યું. ૧૪. હાંરે માડી તપ-જપ કરી કાયા શોષવી, આરાધી ગયા દેવલોક, ભવિકજનો રે; પંદર ભવ પૂરા કરી, જાશે મહાવિદેહ ક્ષેત્ર મોઝાર, ભવિકજનો રે, સૌભાગ્યવિજય ગુરુ એમ કહે. ૧૫.
૩૭૩