________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા છોડાવ્યાં હશે બાળ. નહિતર કાપી હશે કુંપળ ડાળ; તેના કર્મો પામ્યા ખોટી આળ. સાહેલી વનમાં ભમતાં મુની દીઠા. આજે પૂર્વ ભવની પૂછે છે વાત; જીવે કેવાં રે કીધાં હશે પાપ. સાહેલી ૧૨. બેની હસતાં રજોહરણ તમે લીધા, મુનિરાજને દુઃખ જે દીધા; તેણે કર્મે વનવાસ તમે લીધા. સાહેલી. ૧૩. પૂર્વે હતો શોક્યનો બાળ, તેને દેખી મનમાં ઉછળતી ઝાળ; તેના કર્મો જોયા વનમાં ઝાડ. સાહેલી) ૧૪. સખી વનમાં જન્મ્યો છે બાળ, કયારે ઉતરશે મારી આળ; ઓચ્છવ કરશું માને મોસાળ. સાહેલી૦ ૧૫. વનમાં ભમતાં મુનિ દીઠા આજ. અમને ધર્મ બતાવ્યો મુનિરાજ; ક્યારે સરશે હમારાં કાજ. સાહેલી) ૧૬. વનમાં મળશે મામા મામી આજ, ત્યાં પવનજી કરશે રે સાર; પછી સરશે તમારા કાજ. સાહેલી૦ ૧૭. મુનિરાજની શીખજ સારી, સર્વે લેજો ઉરમાં અવધારી; માણેકવિજયને જાઉં બલીહારી. સાહેલી૦ ૧૮.
ક (૨) શ્રી સુબાહુકુમારની સઝાય ક.
હવે સુબાહુકુમાર એમ વિનવે, અમે લઈશું સંજમ ભાર, માડી મોરી રે, મા મેં વીર પ્રભુની વાણી સાંભળી, તેથી મેં જાણ્યો અથીર સંસાર, માડી મોરી રે. હવે હું નહિ રાચું આ સંસારમાં. ૧. અરે જાયા, તુજ વિના સુના મંદિર માળીયાં, તુજ વિના સુનો રે સંસાર, જાયા મોરા રે; કાંઈ માણેક મોતી મુદ્રિકા, કાંઈ ઋદ્ધિ તણો નહિ પાર, જાયા મોરા રે, તુજ વિના ઘડી એક ન નિસરે. ૨. અરે માડી તન ધન જોબન કારમું, કારમો કુટુંબ પરિવાર; માડી મોરી રે! કારમા સગપણમાં કોણ રહે, એ તો જાણ્યો અથિર સંસાર, માડી મોરી રે. ૩. અરે જાયા સંયમ પંથ ઘણો આકારો, જાયા વ્રત છે ખાંડાની ધાર; જાયા મોરા રે, બાવીશ પરિષહ જીતવા, જાયા રહેવું છે વનવાસ, જાયા મોરા રે, તુજ વિના ઘડી એક ન નિસરે. ૪. અરે માજી વનમાં રહે છે મૃગલા, તેની કોણ કરે રે સંભાલ; માડી મોરી ૨! વન મૃગલાં પેરે ચાલશું, અમે એકલડા નીરધાર. માડી મારી રે, હવે હું નહિ
૩૭૨