________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
// શ્રી - ધૃતાન્તોન - પાર્શ્વનાથાય નમઃ ||
અર્હદ—ગુણ–વારિધિ–નરેન્દ્ર—નૌકા
卐
વિભાગ - ૪ થો
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ TM (૧) શ્રી અંજનાસતીની સજ્ઝાય
અંજના વાત કરે છે મારી સખી રે, મને મેલી ગયા મારા પતિ રે; અંતે રંગ મેલમાં મુકી રોતી, સાહેલી મોરી કર્મે મલ્યો વનવાસ, સાહેલી મોરી પુન્ય જોગે .તુમ પાસ. ૧. લશ્કર ચઢતાં મેં શુકન જ દીધાં, તે તો નાથ મારે નહીં લીધાં; ઢીકા પાટુ પોતે મને દીધા, સાહેલી૦ ૨. સખી ચકવી ચકવાનો સુણી પોકાર, રાતે આવ્યા પવનજી દરબાર; બાર વરશે લીધી છે સંભાળ. સાહેલી૦ ૩. સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે; મારે સસરે મેલી વનવાસે. સાહેલી૦ ૪. પાંચ સય સખી દીધી છે મારે બાપે, તેમાં એકે નથી મારી પાસે; એક વસંતબાલા મારી પાસે. સાહેલી૦ ૫. કાળો ચાંદલો ને ખરડી રાખ, કાઢી મેલ્યો વન મોઝારી; સહાય કરો દેવમોરારી. સાહેલી૦ ૬. મારી માતાએ લીધી નહી સાર, મારા પિતાએ કાઢી ઘરબાર, સખી ન મેલ્યો પાણીનો પાનાર. સાહેલી૦ ૭. મને વાત ન પૂછી મારા વીરે, મારા મનમાં નથી રહેતી ઘીરે; મારા અંગે ફાટી ગયા ચીરે. સાહેલી૦ ૮. મને દિશા લાગે છે કાળી, મારી છાતી જાય છે ફાટી; અંતે અંધારી અટવીમાં કર્મે નાખી. સાહેલી૦ ૯. મારું જમણું ફરે છે અંગ, નથી બેઠી કોઈની સંગ; અંતે રંગમાં શો પડ્યો ભંગ. સાહેલી૦ ૧૦. સખી ધાવતાં
૩૭૧