________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
5 શ્રી વીરજિન સ્તવન ,
(ઘર આયા મેરા પરદેશી-એ દેશી) વીર પ્રભુ તુજ દર્શનથી, આપ ગયા મુજ આતમથી, પુણ્ય પરિણતિ જો જાગી, જગપતિ જિન તુજ લય લાગી, દૂર ન કર પ્રભુ તન મનથી. વીર પ્રભુત્ર ૧. ગુણસમૂહથી તું ભરીઓ, હું છું અવગુણનો દરિયો; દોષ ટાળ મુજ આતમથી. વીર પ્રભુત્વ ૨. તું પ્રભુ જગનો તારક છે, આ જન તારો બાળક છે, સેવકને જો કરૂણાથી. વીર પ્રભુત્વ ૩. તું શું મુજને નહિ તારે, હું છું શું તુજને ભારે; જસ લેને શિવ દઈ જગથી. વીર પ્રભુત્વ ૪. ગૌતમ નીતિ ગુણ બોલે, દાની નહિ કોઈ તુજ તોલે, કર પ્રસન્ન દઈ શિવવરથી. વીર પ્રભુત્વ ૫.
૩૭o