________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
...
.
....
...
ફક જિનવર આંગી સ્તવન :
(જાવો જાવો અય મેરે સાધુ એ દેશી) આંગી દેખી હે પ્રભુજી મારું, ચિત્તડું બહુ હરખાય; ચિત્તડું બહુ હરખાય પ્રભુજી, ચિત્તડું બહુ હરખાય. આંગીવ લાખ લાખ હીરા રત્નો જયાં, જગમગતા દેખાય; મણિ મોતી સુવર્ણ રચિત એ, આંગીથી દુઃખ જાય. આંગી. ૧. જીવે મોહથી પતિ પત્ની સુત, દેહ સજ્યા બહુવાર; જિનવર આંગી રચી ન ભાવે પામ્યો દુઃખ અપાર. આંગી. ૨. સ્વશરીર શણગાર તજીને, રચે આંગી મનોહાર; પ્રભુની બહુભાવે જે વ્યક્તિ, ધન તેનો અવતાર. આંગી, ૩. દેહમોહ છૂટે, જિન આંગી રચવાનું મન થાય, ભવભવ એવી સુમતિ દેજો, મટે કર્મની લાય. આંગી૦ ૪. ચિંતામણિથી બહુમૂલો એ, જિનવર ભક્તિરંગ; ગૌતમનીતિ ગુણને આપો, જિન સેવા શિવસંગ. આંગી, ૫.
૬ શ્રી સીમંધર જિન સ્તવન ક
(પારેવડા જાજે વીરાના દેશમાં-એ દેશી) હે ચંદ્રમાં કહેજે ક્રોડ મારી વંદના; સીમંધરને સકંદના હે ચંદ્રમા, મહાવિદેહને પાવન કરતા, વિચરે કર્મ નિકંદના. હે ચંદ્રમા૦ ૧. વીતરાગ સર્વજ્ઞ તારક એ, ચાહું ચરણ જિન ચંદના૦ ૨. પાપોદયે દૂર ભરતે રહ્યો છું, પામ્યો ન પાદ નિણંદના. હે ચંદ્રમા, ૩. સર્વજ્ઞ વિરહી ક્ષેત્રે ભટકતો, દુઃખે કરું આક્રંદના. હે ચંદ્રમા) ૪. મિથ્થામતિ અજ્ઞાનીના સંગે, નાશે નહિ ભવ ફંદના. હે ચંદ્રમા૦ ૫. કલ્પિત પક્ષે બદ્ધાગ્રતા અહિં, નાખે ભવભવમંડના. હે ચંદ્રમા, ૬. ચંદ્ર સીમંધર સ્વામીને કહેજે, તેડી કરે ભવ ખંડના. હે ચંદ્રમા૦ ૭. સર્વ મુનિજિન સર્વજ્ઞ સિદ્ધ સહ, સર્વ ચીત્યોને નિતવંદના. હે ચંદ્રમા, ૮. ગૌતમ નીતિ ગુણ કહે દુઃખહર, દેવ સીમંધરાદિવંદના. હે ચંદ્રમા૦ ૯.
૩૬૯)