________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
પરિવાર, દેહ અશુચિ દુર્ગંધ ભરીઓ, જાણે નજીવ ગમાર. પ્યારા૦ ૪. આશ્રવ સંવરભાવ નિર્જરા, ધર્મ સૂક્તતા સાર, લોકપદ્ધતિ દુર્લભબોધિ, ભાવના દુઃખ હરનાર. પ્યારા૦ ૫. બાર ભાવના ચિત્ત ન આણી, તેથી દુઃખ અપાર; ગૌતમનીતિ ગુણ કહે આપો, બાર ભાવના સાર. પ્યારા૦ ૬.
5 શ્રી નેમિજિન સ્તવન
(ગિરનારી નેમ, સંજમ લીધું છે બાળ વેશમાં-એ દેશી)
નેમિ જિનેશ્વર પ્રાર્થના, પુણ્ય પ્રભાવક, પાપ પ્રણાશક, દેવ રે, તારોને દાસ. નેમિ૦ ૧. સૂક્ષ્મ બાદર નિગોદમાં દુ:ખથી કાઢ્યો કાળ અનન્તનો, દેવ રે. તારો૦ નેમિ૦ ૨. ક્ષમા વારિ વણ તેઉ વાઉમાં, કાલ અસંખ્યો કષ્ટ ગુમાવ્યો, દેવ રે તારો નેમિ૦૩. બિ=તિ=ચઉરિન્દ્રય અસંજ્ઞીમાં, રઝડ્યો સાધન હીન, ન દેખ્યા દેવ રે. તારો નેમિ૦ ૪. સંજ્ઞીતિર્યંચમાં પરવશે, બંધવધાદિ દુઃખ સહ્યાં બહુ દેવ રે, તારો૦ નેમિ૦ ૫. વાર અનેક નારક થઈ, જે પીડાયો તે કહેતાં ન ખૂટે, દેવ રે, તારો ૬. દેવપણે ઈર્ષ્યાદિથી દુઃખી રહ્યો સુખ ક્ષણ વિનાશી દેવ રે, તારો૦ નેમિ૦ ૭. આર્ય દેશાદિ અભાવથી, દુર્લભ બહુ નર દેહ ગુમાવ્યા, દેવ રે. તારો૦ નેમિ૦ ૮. મહાપુણ્યથી થઈ માનવી, આપ શરણને પામ્યો, ન મૂકું દેવ રે, તારો નેમિ૦ ૯. આપ વિના ભવનાશકા, દેવ બીજા નહિ આ જગ દીઠા, દેવ રે. તારો નેમિ૦ ૧૦. દઈ આત્મલક્ષી ભવ તારજો, ગૌતમનીતિ બાળ કહે ગુણ, દેવ રે. તારો નેમિ૦ ૧૧.
નેમિ
૬ શ્રી પાર્શ્વજિન સ્તવન (રાખના રમકડાં મારા રામે-એ દેશી)
પાસના દર્શનથી મારા પાપો, મારા પાપો સહ દુ:ખ ભાગ્યા રે, સ્વભાવપ્રાપક સુખકર પ્રભુજી, ભેટ્યા પુણ્યો જાગ્યા રે. પાસ૦ ૧. સુવર્ણ ગૃહભૂષણ ચિત્રાદિ, ધારી ધારી નિરખું, ભાન ભૂલી નિજસ્વરૂપ વિસારી, એ વસ્તુ જોઈ હરખું રે. પાસ૦
359