________________
અહિંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
5 શ્રી મુનિસુવ્રત જિન સ્તવન HI (મારા પ્રેમી પંખીડા સહુ આવજો હો રાજ, જંગલમાં મારી ઝુંપડી)
પ્રભુ મુનિસુવ્રત નમું ભાવથી હો રાજ, પાવનકારી જિનરાજજી, જિન નામ સ્મરણે ગયા પાપો હો રાજ, પાવનકારી જિનરાજજી. ઈષ્ટ વિયોગ અનિષ્ટનો સંજોગ રોગ વિચાર, અગ્ર શોચ દુઃખદાયક, આર્તધ્યાન ભેદ ચાર; દુઃખદાયી એ ધ્યાન નિવારજો હો રાજ. પાવનકારી. ૧. હિંસા મૃષા ચોરી તથા, સંરક્ષણાનુબંધી, રૌદ્રધ્યાન ભેદ ચાર એ નાખે નરકે બાંધી; રૌદ્રધ્યાન એ વારજો હો રાજ. પાવનકારી ૨. આજ્ઞા અપાય વિપાક તિમ, સંસ્થાન વિજય એ ચાર, ધર્મધ્યાન શુભ ભેદ છે, જે બહુ કર્મને માર; સુખકારક ધ્યાન એ આપજો હો રાજ. પાવનકારી) ૩. પૃથકત્વ એકત્વ વિતર્ક બે સપ્રવિચાર અપ્રવિચાર, આદ્ય આઠથી અગિયારમે, તેરમે દ્વિતીય સબાર; એ બે શુકલધ્યાન ભેદે સ્થાપજો હો રાજ પાવનકારી૦ ૪. અપ્રતિપાતી સૂમક્રિયા સમુચ્છિન્ન ક્રિયાનિવૃતિ, તૃતીય અયોગી ગુણસ્થલે, તુર્થ ભેદ દે મુક્તિ; શુકલધ્યાન ચાર ભેદે રમાડજો હો રાજ. પાવનકારી) ૫. આર્ત રૌદ્ર બે ધ્યાનથી વેક્યા બહુ દુઃખ ત્રાસ, ધર્મશુકલ બે ધ્યાન દઈ કરો દાસ દુઃખ નાશ; ગૌતમ નીતિ ગુણ આશ પુરજો હો રાજ. પાવનકારી૦ ૬.
EF શ્રી નમિજિન સ્તવન BE. (આવો આવો દેવ મારા સૂનાં સૂનાં દ્વાર-એ દેશી) સેવું ધ્યાનું દેવ પ્યારા, નમિજિનેશ્વરરાય, પ્યારા પાપ હરનારા, આવો દુઃખહર દેવ વહાલા મારા અંતરમાંય, પ્યારા) યૌવન ધન દેહાદિ વસ્તુ, ક્ષણમાં ચાલી જાય; અનિત્યતા દુઃખપ્રદતા એની, મોહે ન જાણી રાય. પ્યારા) ૧. માતપિતા નૃપ રાજય સમૃદ્ધિ, અશરણ ને અસહાય, અરિહંત સિદ્ધમુનિ જિનધર્મ એ, શરણા આપો રાય. પ્યારા) ૨. જનકાદિ સુતતાદિ પામે, જન્મ વિચિત્ર અસાર, આ સંસારે નહિ સુખબિન્દુ; દુઃખે દે ઉપર માર. પ્યારા) ૩. આવે એક જ જાવે એક જ, અન્ય વસ્તુ
-
-
૧૩૦૬