________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી ૬ શ્રી અરજિન સ્તવન
(ભારતકા ડંકા આલમમેં બજવાયા-એ દેશી)
અર જિનવર શિવમાં આપ ગયા, તારી બહુ જીવને જ્ઞાન મયા, પ્રભુ આ સેવકને ભૂલી ગયા, દયા સાગર તારો લાવી દયા. અર૦ ૧. ક્ષમા માર્દવ આર્જવ સુખદાયી, આણ્યા ન જીવ કિમ દુઃખ જાયી ? દુઃખ મૂલ લોભવશ કાલ ગયા, દયા૦ અર૦ ૨. ઈર્ષ્યા મત્સરે બહુ દુ:ખ પાયા, તજી નિંદા નહિ સદ્ગુણ ગાયા, તેથી આશ ન ફળે કિમ સૌખ્ય મયા, દયા૦ અર૦ ૩. નહિ ખાવા જિંદગી બહુમૂલી, નહિ વિષયાર્થે એ બલ અતુલી, અજ્ઞાને ભવ બહુ મૂલ્ય ગયા, દયા૦ અર૦ ૪. જિંદગી એ તપ સંજમ કરવા, બલ એ કર્મો નાશન કરવા, શક્તિ આપો પ્રભુ શિત મયા. દયા૦ અર૦ ૫. સંજમ લીના ગૌતમનીતિ, પ્રભુ ટાળો મુજ ભવની ભીતિ, જિન તુજ દરિસણ ગુણ સૌખ્ય મયા. દયા અર૦ ૬.
શ્રી મહિજિન સ્તવન
(લાખ લાખ દીવડાની આરતી ઉતારજો-એ દેશી)
ક્રોડ ક્રોડ વંદન(ની) શ્રેણિ સ્વીકારજો, ક્રોડ ક્રોડ દુ:ખોના જૂથ નિવારો; ભક્તોના હૈયા હરખાય, મલ્લીજિન અવધારો પ્રાર્થના. ૧. પરહિતચિંતાએ મૈત્રી જગાવજો, હાર્દથી મારા અમૈત્રી ભગાવજો; મૈત્રી વિના ન સુખ થાય. મલ્લિ૦ ૨. પરદુઃખ વારણ કરૂણાથી પૂરજો, નિર્દયતાને સકારણ ચૂરો; નિષ્કરણાયે દુઃખ થાય. મલ્લિ૦ ૩. ભાવ પ્રમોદ મુજ ચિત્ત વસાવજો, ઈર્ષ્યા વૃતિ પ્રભુ દૂર નિવાજો, ગુણ શ્લાઘાએ દોષ જાય, મદ્ધિજિન અવધારો પ્રાર્થના. ૪. દોષકારી પ્રત્યે માધ્યસ્થ આપજો, સેવક દોષોને નિત નિત કાપજો; એ વિણ શાંતિ ન થાય, મલ્લિ૦ ૫. ગૌતમ નીતિ ગુણાધ્ધિ શોભાવજો, મૈત્યાદિ ચારે ભાવોમાં લોભાવજો; મુક્તિમાં એથી જવાય. મલ્લિ૦ ૬.
૩૫