________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ શ્રી શાંતિજિન સ્તવન ક
(વાસુપૂજય વિલાસી, ચંપાના વાસી-એ દેશી) - શ્રી શાંતિ સુવાસી, દઈ મોહ ફાંસી, ટાળો સેવક ભવવાસ; છું મુક્તિનો પ્યાસી; જ્ઞાન પ્રકાશી, આપો સેવક શિવલાસ; આ જગ ભમતાં દેવ જે દીઠાં, તેહમાં ન તુમ સમ એક; વિષયી દેવોમાં રાચતા કેઈ, તે જન કૂપના ભેદ રે, શ્રી શાંતિ સુવાસી૦ ૧. તુમ ગુણ અમૃતકુંડમાં હું, સ્નાન ચાહું નિત્યમેવ; અન્યદેવ ગુણભાસ મુજલને, નહિ ચાહું દેજો સેવ રે. શ્રી શાંતિ. ૨. કોણ ચાહે કલ્પવૃક્ષને પામી, બબૂલ વૃક્ષને નાથ; રત્નચિંતામણિ પામીને, નહિ નાખું કાચમાં હાથ રે. શ્રી શાંતિ) ૩. મોર વાંછે જેમ મેઘને તેમ, વાંછું હું તમને દેવ, જ્યાં લગી જન્મ મરણ છે મારા, ત્યાં લગી દેજો સેવ રે. શ્રી શાંતિ૦ ૪. ભવ ભવ શરણ તમારું હોજો, પુરજો સેવક આશ; ગૌતમ નીતિ શિષ્ય કહે ગુણ, મુજ દુઃખનો કરો નાશ ૨. શ્રી શાંતિ, ૫.
gi શ્રી કુંથ જિન સ્તવન ,
(તમે થોડા થાઓ વરણાગી-એ દેશી) જિન શિવદાયી સેવ તુજ લાગી, હે કુંથુ જિન શિવદાયી સેવ તુજ લાગી બીજા રાગી તું વીતરાગી, હે કંથ૦ દેહ વસ્ત્રાદિના કાયોને વોસિરાવું, જિન તારી સેવામાં અહોનિશ ચિત્ત લાવું! આ દાસ તુજ સેવ અનુરાગી. હે કુંથુ જિન૦ ૧. કાલ અનાદિથી પરભાવમાં જ રહું, પર વસ્તુને (જ) સ્વ વસ્તુ છે એમ કહું, તેથી દુઃખો થયા મુજ રાગી. હે કુંથ જિન) ૨. પરને સ્વ માની હું નાયક દાસ થયો; હીન દાસાદિના પગથી પીસાઈ ગયો; હજી માન ગયો નહિ ભાગી, હે કુંથ જિન) ૩. અજ્ઞાનતા સવી દુઃખની છે દેનારી, જ્ઞાન વિના નવી સુખશાંતિ થાનારી, એવી બુદ્ધિ હવે મુજ જાગી. હે કુંથ જિન) ૪. ગૌતમ નીતિ ગુણાબ્ધિ કહે એમ, કરુણાસમુદ્ર કરુણાથી કરો તેમ, મારી જ્ઞાનદશા જાય જાગી. હે કંથ જિન૦ ૫.
૩૬૪