SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી જિનાજ્ઞા દ્રવ્ય રક્ષા તીર્થ યાત્રા ઉત્સવ; એ પંચ ભેદ ભક્તિ ભક્ત કષ્ટ વારશે, ભગ૦ અનન્ત ૧. આ ભવ સુખોની વાંછનાએ ભક્તિ જે કરે, તે ભક્તિ વિષક્રિયા કહી ન તેથી તે તરે, અશુદ્ધ આશયોથી ભક્તિ ભવ વધારશે, ભગ૦ અનન્ત૦ ૨. પરલોક શર્મભાવનાએ ભક્તિ જે કરે, તે ભક્તિ ગરલક્રિયા કહી ન તેથી તરે; વિપરીત આશયોથી ભક્તિ ભવ રૂલાવશે, ભગ૦ અનન્ત૦ ૩. સાધ્યોપયોગ શૂન્યતાએ ભક્તિ જે કરે, તે ભક્તિ અનનુષ્ઠાન છે ન તેથી તે તરે; આશયવિહીનતાએ ભક્તિ કેમ તારશે, ભગત અનન્ત૦ ૪. સંસારમુક્તિ ભાવનાએ ભક્તિ જે કરે, તછ્હેતુ અનુષ્ઠાને ચરમાવર્તે તે તરે, એ મોક્ષ લક્ષ ભક્તિ ભવ દુઃખો નિવારશે. ભગ૦ અનન્ત૦ ૫. મોક્ષોપયોગ લીનતાએ ભક્તિ જે કરે, તે ભક્તિ અમૃતાનુષ્ઠાન એથી તે તરે; નિર્વેદ શમ સંવેગ રંગી ભક્તિ તારશે. ભગ૦ અનન્ત ૬. તદ્ભુતુ અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન જે, સંવેગ પ્રથમયુકત માંગુ ઘોને પ્રભુ તે; સુરનરસુખોથી ખિન્ન દાસ કોણ તારશે? ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે; અનન્ત૦ ૭. ભવ ભવ દુઃખાગ્નિ તમ દાસ દેવ ઠારજો, ગૌતમ નીતિ ગુણાધિ કહે નાથ તારજો; પ્રભુ આપ વિના કોણ દાસ દુઃખ નિવારશે ? ભગ૦ અનન્ત૦ ૮. ૬ શ્રી ધર્મજિન સ્તવન (ઘણો ખુશીનો દિન, આજનો પ્રધાન મારા-એ દેશી) ધર્મનાથ ધન્ય દિન, દર્શન હું પામ્યો તારા; આનંદ ન માય અંગ, નાશ થયા પાપ મારા. ધર્મનાથ૦ ૧. સંસારના સર્વ સુખો, નાશથી ન લાગે સારા; કર્મ બન્ધનોથી ફરી, લાગે વિપાકોથી ખારા. ધર્મનાથ૦ ૨. ભોગ ઉપભોગના છે, સર્વ સુખો દુ:ખો ભારા; તેથી તેવા સુખની નહિ, વાંછા હવે નાથ મારા. ધર્મનાથ૦ ૩. સમ્યગ્દર્શન જ્ઞાન ચરણે, રમણતા હું ચાહું પ્યારા; અક્ષય સુખ મોક્ષવાસ, માંગુ આપો દેવ મારા. ધર્મનાથ૦ ૪. કહે ગૌતમ નીતિ બાળ, સૂરિ ગુણાબ્ધિ પ્યારા; આપ શરણ છોડું નહિ, આશ પૂરો નાથ મારા, ધર્મનાથ૦ ૫. ૩૬૩
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy