________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા 5 શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન HI (વહાલા વીર જિનેશ્વર જન્મ જરા નિવારજો રે-એ રાગ)
વિરાગી વાસુપૂજ્ય જિન સેવકના દુઃખ કાપજો રેઅક્રોધી માન રહિત નિર્માથી શિવસુખ આપજો રે; અરિહંતપદના ભોગી જયારે, વિહાર ભૂમિ સમતલ ત્યારે; હર્ષ ખેદ નિવારી સમતા આપજો રે. વિરાગી. ૧. દુખાલાદિના ભય કાપો, સુવર્ણ કમલે ચરણો સ્થાપો; ભય સાતે વારી નિર્ભયતા આપજો રે, વિરાગી ૨. પ્રદક્ષિણા દઈ પક્ષી પ્રણમે, નમે માર્ગના વૃક્ષો ક્ષણમે, માન મોડી મુજ પરમ વિનયતા આપજો રે. ૩. વાણી તારી જિન વરસે જયાં, કારણ જાતિજ વૈર સમે ત્યાં, વેરવિરોધ શમાવી મૈત્રી આપજો રે, વિરાગી૦ ૪. ચોત્રીશ અતિશયી ભવિજન તારો, હજી ન આવ્યો મારો વારો; ગૌતમ નીતિ ગુણને માગ્યું આપજો રે, વિરાગી૦ ૫.
1 શ્રી વિમલ જિન સ્તવન 5. (આજકી આંગી ખૂબ બનીજી અથવા વેષ્ણવ જન તો-એ દેશી)
વિમલ જિનેશ્વર દર્શન પામી, વિમલ થયા બહુ પ્રાણી રે; હું તુમ સેવ કરું બહુ ભાવે, વિમલ કરો કરી નાણી રે. વિ૦ ૧. જ્ઞાન દર્શન ચારિત્ર અનન્તા, વીર્ય અનન્ત છે તારે રે; વિમલાનન્ત ચતુષ્ટયી એવી, મહેર કરી ઘો મારે રે વિ૦ ૨. કર્મ શત્રુએ આવર્યા જે, જ્ઞાનાદિ ગુણ મારા રે, તેહિ જ માગું ખોટની શંકા, રાખે રખે નહિ તારા રે. વિ૦ ૩. એ ગુણ વિણ હું કાલ અનંતો, રખડી પડ્યો દુઃખ રાણ રે; મોહ રાગાદિ વ્યાપદ પડ્યો હું, રક્ષણ માગું શિવ ઠાણ રે, વિ૦ ૪. ભક્ત વાંછિત પૂરણ સુરપાદપ, પ્રાર્થના ભંગ ન શોભે રે; ગૌતમ નીતિનો બાળ ભણે ગુણ, બીજે ન ચિત્ત મુજ થોભે રે. વિ૦ ૫.
Ek શ્રી અનંત જિન સ્તવન GE.
(અબ તેરા સિવાય કોન મેરાએ દેશી) અનન્તનાથ આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે; ભક્તિ છે પંચ ભેદ જિન જલાદિ અર્ચવા,