________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
દુર્ગતિ બહુ દુ:ખ પાયા રે પ્રભુ૦ ૪. ગૌતમ નીતિ બાળ કહે ગુણ, હું આવ્યો શરણે સુણ; માગું સાહેબ અનંત ગુણ, પુર આશા જગ શિવદાયા રે. પ્રભુ૦ ૫.
5 શ્રી શીતલ જિન સ્તવન (પારેવડા જાજે પિયુના દેશમાં-એ પ્રભુ)
એ મૂરિત શીતલ દેવ મનોહારી (રે) જિન વિણ કોણ ભવ હારી (રે) એ મૂરતિ૦ ૧. ઈન્દ્ર ઈન્દ્રાણી દેવાદિ પૂજે નિત, યોગીન્દ્ર યોગ ધારનારી (રે), એ મુરતિ૦ ૨. ભૂપ વાસુદેવ ચક્રી શક્રાદિક, જિન પૂજનાયે પદ ધારી (રે). એ મૂરતિ૦ ૩. તિર્યંચ માનુષ ઘાતક જે નિત્ય, એવાને પણ તારનારી (રે). બે મુરિત ૪. પાતક રાશિ સમૂહ પ્રણાશક, થાઓ મારા પાપહારી (રે). એ મુરિત ૫. ગૌતમ નીતિ વિનય વદે ગુણ, ધ્યાવું સદા શિવકારી (રે). એ મુરતિo .
5 શ્રી શ્રેયાંસ જિન સ્તવન
(સાહેબો મારો ગુલાબનો છોડ એ-દેશી)
શ્રેયસરાશિ શ્રેયાંસ જિનેશ, ઈન્દ્રો દાસ ચરણના. સાહેબા સેવકાવાર્જ દિનેશ દર્શન ચાહું વદનના. સૂર્ય વિના અરવિંદ ખીલે નહિ; આપ વિના મુજ હૈયું ફૂલે નહિં, અહોનિશ રહેજો જોડાજોડ, સહુથી શ્રેષ્ઠ ચરણના. શ્રેય૦ ૧. કર્મ ત્રુટ્યા વિણ આત્મા છૂટે નહિ, ધર્મ કર્યા વિણ કર્મ ત્રુટે નહિ, કામ ન આવે દોડા દોડ, ખણતાં મૂળ કરમના. શ્રેય૦ ૨. વસ્તુ સ્વભાવ સ્વધર્મ છે રે, પરવસ્તુ પ્રેમ અધર્મ છે રે, ધર્મ છે આત્માની જોડાજોડ, આપો ધામ ધરમના. શ્રેય૦ ૩. ધાન્ય વસન ધન આશથી રે, ભામિની પુત્રાદિ પાશથી રે; કર્મોથી બંધાણો હોડાહોડ, કાપો સ્થાન બંધનના. શ્રેય૦ ૪. ગૌતમ નીતિ ગુણાધિ કહે રે, તુમ શરણે દુઃખ કેમ રહે ૨? કરો મુજ દુઃખોની ત્રોડાત્રોડ, છો મુજ નાથ જીવનના. શ્રેય૦ ૫.
૩૬૧