________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જિન આશાતના દુઃખ દે જીવને. મારા ૩. શેર-અન્તર્મુહૂર્ત મુક્તિદાત્રી ભાવ પૂજા હું ચહું, આપો મને ભવવાસથી છું ખિન્ન મુક્તિમાં રહું; મુક્તિ શાશ્વત સૌખ્ય ગમે મુજને. મારા૦ ૪. શેર-સુખ દેવ માનુષના ન વાંછું સિદ્ધિવાંછુ અક્ષતા, ગૌતમ નીતિનો બાલ સૂરિ ગુણ કહે ઘો દક્ષતા; વાંચ્છા પૂરી સુખી કરો સેવકને. મારા પ.
5 શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન કા
(મથુરામાં ખેલ ખેલી આવ્યા.એ દેશી) ચંદ્રજિન દેવ મોક્ષ આપો હો નાથ, મોક્ષપદદાતા; મોક્ષપદદાતા, પ્રભુ સેવે સુખશાતા, ચન્દ્રજિન) અજ્ઞ કહે પ્રભુ આ જગનો છે, ઈશ્ચર કર્તા ત્રાતા હો નાથ; મોક્ષ૦ ચંદ્ર૦ ૧. આપ જેવા સર્વશે જણાવ્યું, સૃષ્ટિ અનાદિ અનન્તા હો નાથ; મોક્ષ) ચંદ્ર ર. ચૌદરજ્જા લોક વાર અનન્તી, કર્મે કરી જીવ ભમતા હો નાથ. મોક્ષ૦ ચંદ્ર૦ ૩. જીવ સ્વયં સ્વકર્મે કરીને, સુખ દુઃખ કર્તા ભોક્તા હો નાથ. મોક્ષ, ચંદ્ર, ૪. આશ્રવરોધન સંવર સેવન, નિર્જરાથી સિદ્ધ હુતા હો નાથ; મોક્ષ૦ ચંદ્ર૦ ૫. આપ વાણીથી એ જ્ઞાન લઈને, બહુ જીવ મુક્તિ પહંતા હો નાથ; મોક્ષ, ચંદ્ર, દ. ભદ્રંકર જિન ગૌતમ નીતિના, ગુણના થાઓ શિવદાતા હો નાથ. મોક્ષ૦ ચંદ્ર૦ ૭.
૬ શ્રી સુવિધિ જિન સ્તવન H
(થઈ પ્રેમ વશ પાતલીયા-એ દેશી) પ્રભુ સુવિધિ મલ્યા સુખદાયા, જેના દર્શન આનંદદાયા રે; પ્રભુ સુવિધિ૦ સુર અસુર નૃપ ભકતે પૂજે, મોહરાજા બહુ ધ્રુજે; તુજ સેવા કર્મો ભેજે, બહુ પુણ્ય જિન પાયા રે પ્રભુ૦ ૧. રાગદ્વેષાદિ શત્રુ સંતાપે, હણી નાખ્યા જે આપે; તુજ ભક્તિ શત્રુ કાપે, નિત સેવ દીયો જગતાય રે. પ્રભુ) ૨. દેહાદિ વસ્તુ ક્ષણવિનાશી, નિત સંગી મુજ ભાસી; આશા ન કરી મુજ દાસી, ઈન્દ્રિયવશ કાલ ગમાયા રે. પ્રભુ ૩. દર્શન જ્ઞાન ચરણે ન રાચ્યો, ભોગપભોગે નાચ્યો; કરી ધર્મ નૃસુર સુખ માગ્યો; તેથી
૩૬૦