________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી નાથ ભવહેતુ) દેવ શિવ૦ સુમતિ૪. સંસાર હેતુ બહુ પીડાકારી રે, ક્રોધાદિનો કરો નાશ રે, નાથ ભવહેતુ) દેવ શિવ૦ સુમતિ) ૫. ક્ષમાદિક ધર્મમાર્ગથી રે, આપો મુક્તિપુરી વાસ રે, નાથ ભવહેતુ) દેવ શિવ૦ સુમતિ. ગૌતમ નીતિ વિનય કહે રે, પૂરજો ગુણાબ્ધિ આશ રે, નાથ ભવહેતુ દેવ શિવ૦ સુમતિ૦ ૭.
5 શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન 5.
(આ તો લાખેણી લજ્જા કહેવાય-એ દેશી) પ્રભુ પદ્મ ઈન્દ્રોથી પૂજાય, તારક ત્રિભુવનના, જેમાં દોષો ન લેશ દેખાય, તારક ત્રિભુવનના. સહુ પ્રાણી શાસનમાં રસીયા રહે, એવી ભાવદયાયે જિન નામ લહે; શુભ સ્થાનક વીશ સેવાય, તારક ત્રિભુવનના. પ્રભુ પધ૦ ૧. જીવરક્ષાએ મહાગોપ નામ ઘરે, મહામાહણ નિયમકતા વરે, મહાસાર્થવાહ કહેવાય, તારક ત્રિભુવનના. પ્રભુ પઘ૦ ૨. મહામોહાદિ શત્રુ લીલાયે હણે,
જ્ઞાનાદિ ગુણોને પોતાના ગણે, વીતરાગ સર્વજ્ઞ કહેવાય, તારક ત્રિભુવનના પ્રભુ પદ્મ૦ ૩. રાગ મોહ કામાદિ પરાસ્ત કરું; ક્રોધાદિ શત્રુથી કદી ન ડરું, આપો શક્તિ ભક્તિથી કહેવાય, તારક ત્રિભુવનના. પ્રભુ પદ્મ) ૪. શ્રી ગૌતમ નીતિ વિનેય કહે, પ્રભુ આપ પાસે મુજવાસ રહે, પૂરો આશા ગુણાબ્ધિ હરખાય, તારક ત્રિભુવનના. પ્રભુ પધ૦ ૫.
5 શ્રી સુપાર્શ્વ જિન સ્તવન .
(મેરે મીલા બુલાલો એ-દેશી) મારા નાથ સુપાર્શ્વ નમું તુજને, દયાવારિધિ મુક્તિ દીયો મુજને શેર-દ્રવ્ય પૂજા તાહરી ઉત્કૃષ્ટથી પ્રભુ જે કરે, માનવી તે બારમા દેવલોકની લક્ષમી વરે; તારી સેવા સુખી કરે સેવકને મારા૦ ૧. શેર ઉતકૃષ્ટ ભાવે જે સ્તવે જિનરાજ તુજને માનવી, અન્તર્મુહૂર્તે મુક્તિ લે તે ભાવપૂજાયે સવી; તારી ભક્તિ મુક્તિપ્રદ ભક્ત જને. મારા૦ ૨. શેર-આશાતના જિનરાજ તારી જે કરે અજ્ઞાનીઓ, તે નારકાદિ ચાર ગતિના દુઃખમાં રહે પ્રાણીઓ;
--
---
--
------
-
૩૫૯