________________
શ્રી દેવચંદ્રજી કત ચોવીશી
તે) ૫. પંચ મહાવ્રત ધાન્ય, તણાં કર્ષણ વધ્યાંરે તવ સાધ્ય ભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યારે સાવ ક્ષાયિક દરિસણ જ્ઞાન, ચરણ ગુણ ઉપચારે ચ૦ આદિક બહુ ગુણ સભ્ય, આતમ ઘર નીપજોરે. આ૦ ૬. પ્રભુ દરિસણ મહા મોહ, તણે પ્રવેશમેં રે, તવ પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમેં રે થ૦ દેવચંદ્ર જિનચંદ્ર તણો અનુભવ કરોરે ત૦ સાદિ અનંતો કાળ, આતમ સુખ અનુસરોરે. આતમ0 ૭. : (૨૨) શ્રી નેમિનાથ પ્રભુ જિન સ્તવન 5.
(પદ્મપ્રભ જિન જઈ અલગ વસ્યા-એ દેશી) નેમિ જિસેસર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવોજી; આત્મ શક્તિ સકલ પ્રગટ ધરી, આસ્વાદન નિજ ભાવોજી ને રાજુલ નારીરે સારી મતિ કરી, અવલંખ્યા અરિહંતોજી; ઉત્તમ સંગેરે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી ને૦ ૨. ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રહવેરે કર્મ કલંકતા, વાધે બાધક બાહ્યોજી. નેo ૩. રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારોજી, નીરાગીથીરે રાગનું જોડવું; લહીએ ભવનો પાયોજી. ને, ૪. અપ્રશસ્તતારે ટાલી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાચેજી, સંવર વાધે રે સાધે નિર્જરા, આતમ ભાવ પ્રકાશજી. ને૦ ૫. નેમિપ્રભુ ધ્યાને રે એકત્તા નિજ તત્વે એક તાનોજી, શુકલધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીએ મુક્તિ નિદાનોજી. ને૦ ૬. અગમ અરૂપી ૨ અલખ અગોચર, પરમાતમ પરમીશોજી; દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશોજી. નેમિ૦ ૭. GF (૨૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુ જિન સ્તવન 5
(કડખાની દેશી) સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો, જ્ઞાન વૈરાગરે પ્રભુ સવાયો, શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહ રિપુ જીતી જય પડહ વાયો. સ૦ ૧. વસ્તુ નિજ ભાવ અવિભાસ નિકલંકતા,
૩િ૫૩