________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પરિણતિ વૃત્તિતા કરી અભેદ, ભાવ તાદાભ્યતા શકિત ઉલ્લાસથી, સંતતિ યોગને તું ઉચ્છેદે. સ૦ ૨. દોસ ગુણ વસ્તુની લખીય યર્થાથતા, લહી ઉદાસીનતા અપર ભાવે ધ્વંસી તજજન્યતા ભાવ કર્તા પણું, પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. સ૦ ૩. શુભ અશુભ ભાવ અવિભાસ તે હકીકતા, શુભ અશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધું શુદ્ધપરિણામતા વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધું. સ0 ૪. શુદ્ધતા પ્રભુ તણી આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસ થાએ, મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એત્વ તુજ ચરણ આયે. સ૦ ૫. ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તેણે ભવ ભ્રમણની ભીડ મેટી. સ0 ૬. નયર ખંભાયતે પાર્થ પ્રભુ દર્શને, વિકસતે હર્ષ ઉત્સાહ વાધ્યો; હેતુ એકત્તા રમણ પરિણામથી, સિદ્ધિ સાધક તણો આજ સાધ્યો. સ0 ૭. આજ કૃત પુણ્ય ધન્ય દીહ માહરો થયો, આજ નર જન્મ મેં સફલ ભાવ્યો, દેવચંદ્ર સ્વામી ત્રેવીસમો વંદીયો, ભક્તિભરી ચિત્ત તુજ ગુણ રમાવ્યો. સ૦ ૮.
gi (૨૪) શ્રી મહાવીરસ્વામી જિન સ્તવન ક - તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે, દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, દયાનિધિ દીન પર દયા કીજે. તાર હોટ ૧. રાગદ્વેષે ભર્યો મોહ વેરિ નડ્યો, લોકની રીતિમાં ઘણુંએ રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંહે હું વિષય માંતો તા, ૨. આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો. શુદ્ધ શ્રદ્ધાન વલી આત્મ અવલંબન વિના, તેહવો કાર્ય તિણે કો ન સીધો. તા૦ ૩. સ્વામી દરિસણ સમો, નિમિત્ત લહી નિર્મલો, જો ઉપાદાન એ શુચિ ન થાશે. દોષ કો વસ્તુનો, અહવા ઉધમ તણો, સ્વામી સેવા સહી નિકટ લાશે. તા. ૪. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરીસણ શુદ્ધતા તેહ પામે, જ્ઞાન
--
--------
----
-
૩૫૪