________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૧૮) શ્રી અરનાથ પ્રભુ જિન સ્તવન 5
(રામચંદ્ર કે બાગમે, ચાંપો મોરી રહ્યોરી-એ દેશી)
પ્રણામો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી, ત્રિભુવન જન આધાર; ભવ વિસ્તાર કરોરી. ૧. કર્તા કારણ યોગ, કારજ સિદ્ધિ લહેરી; કારણ ચાર અનુપ, કાર્યથી તે ઝહેરી ૨. જે કારણ તે કાર્ય, થાયે પૂર્ણ પદેરી; ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વડેરી. ૩. ઉપાદાનથી ભિન્ન, જે વિણુ કાર્ય ન થાય; ન હુવે કારજ રૂપ, કર્તાને વ્યવસાયે. ૪. કારણ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ ભાવે; કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે. ૫. વસ્તુ અભેદસ્વરૂપ, કાર્યપણું ન ઝહેરી; તે અસાધારણ હેતુ, કુંભ સ્થાન લહેરી. ૬. જેહનો નવી વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવી. ભૂમિ કાલ આકાશ, ઘટ કારણ સદભાવી. ૮. એક અપેક્ષા હેતુ, આગમ માંહી કહ્યોરી, કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લહ્યોરી. ૮. કર્તા આતમ દ્રવ્ય, કારજ સિદ્ધિપણોરી; નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન ગણોરી. ૯. યોગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વડેરી; વિધિ આચરણા ભકિત, જેણે નિજ કાર્ય સૉરી. ૧૦. નરગતિ પઢમાં સંઘયણ, તેહ અપેક્ષા જાણો; નિમિત્તાશ્રિત ઉપાદાન તેહને લેખે આણો. ૧૧. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી. ૧૨. પુષ્ટ હેતુ અરનાથ, તેહને ગુણથી હળીએ; રીઝે ભકિત બહુમાન, ભોગ ધ્યાનથી મળીએ. ૧૩. મોટાને ઉલ્લંગ, બેઠાને શી ચિંતા; તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા. ૧૪. અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શકિત વિકાસી; દેવચંદ્રને આનંદ, અક્ષયભોગવિલાસી ૧૫.
(૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ જિન સ્તવન HF | (દેખી કામિનિ કોઈ એ-દેશી)
મલ્લિનાથ જગનાથ, ચરણ યુગ થાઈએ રે, ચરણ) શુદ્ધાતમ પ્રાગભાવ, પરમ પદ પાઈએ રે; પરમ0 સાધક કારક પટક, કરે ગુણ સાધના રે. ક૦ તેહીજ શુદ્ધ સ્વરૂપ, થાયે નિરાબાધનારે. થાળ ૧. કર્તા આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા