________________
-
-
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી રૂપે ઠવણા વાળ સગ નય કારણ ઠાણી રે; નિમિત્ત સમાન થાપના, જિનજી એ આગમની વાણી રે. ભ૦ ૫. સાધક તીન નિક્ષેપો મુખ્ય વા૦ જે વહુ ભાવ ન લહીયે રે; ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વૃદકનો ગ્રહીયેરે, ભ૦ ૬. ઠવણા સમવસરણે જિન સંતી વા. જો અભેદતા વાધી રે; એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધીરે. ભ૦ ૭. ભલું થયું મે પ્રભુ ગુણ ગાયા વાવ રસનાનો ફલ લીધો રે; દેવચંદ્ર કહે મહારા મનનો, સકલ મનોરથ સીધો રે. ભ૦ ૮. NE (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ જિન સ્તવન F
(ચરમ જિનેરૂ-એ દેશી) સમવસરણ બેસી કરી રે, બારહ પરષદામાંહે, વસ્તુ સ્વરૂપ પ્રકાશતા રે, કરૂણા કર જગનાહો. રે. કુંથુ જિનેસરુ. ૧ નિર્મલ તુજ મુખ વાણી રે, જે શ્રવણે સુણે; તેહીજ ગુણ મણી ખાણી રે. કું) એ આંકણી, ગુણ પર્યાય અનંતતા ને, વલીય સ્વભાવ અગાહ; નય ગમ ભંગ નિક્ષેપના રે, હેયાદેય પ્રવાહો રે. કું. ૨. કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધિ; ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિ રે કું૦ ૩. વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામ; ગ્રાહક અવસર બોધથી રે; કહેવે અર્પિત કામો રે કું) ૪. શેષ અનર્પિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા બોધ; ઉભય રહિત ભાસન હુવે રે, પ્રગટે કેવલ બોધો રે. કું૦ ૫. છતી પરિણતી ગુણ વર્તના રે, ભાસન ભોગ આનંદ; સમકાળે પ્રભુ તાહરોરે, રમ્ય રમણ ગુણ વૃદોરે. કું) ૬. નીજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ, અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવો રે. કું૦ ૭. અતિ સ્વભાવ જે આપણો ને, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ હેતો રે. કું) ૮. અતિ સ્વભાવ રુચિ થઈ રે, ધ્યાતો અતિ સ્વભાવ; દેવચંદ્ર પદ તે લહે રે, પરમાનંદ જમાવો રે. કું૦ ૯.
૩૪૯