________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનિત્ય પરનાસ્તિતા; ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવ્યકતતા, વસ્તુ તે નિત્ય અભવ્યતા. ૪. ધર્મ પ્રાગભાવતા સકલ ગુણ શુદ્ધતા, ભોગ્યતા કતૃતા રમણ પરિણામિતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા. વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહક ગતા. ૫. સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું; જહવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો, પર તણો સંગ સંસારતાએ ગ્રસ્યો. ૬. તહવિ સત્તા ગુણે જીવ એ નિર્મલો, અન્ય સંશ્લેષ જીમ સ્ફટિક નવી શામલો; જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી, ભાવ તાદાભ્યમાં મારૂં તે નહીં ૭. તણે પરમાત્મ પ્રભુ ભક્તિ રંગી થઈ, શુદ્ધ કારણ રસ તત્ત્વ પરિણતિમયી, આત્મગ્રાહક થયે તજે પર ગ્રહણતા, તત્ત્વ ભોગી થયે ટળે પરભોગ્યતા. ૮. શુદ્ધ નિઃપ્રયાસ નિજભાવ ભોગી યદા, આત્મક્ષેત્રે નહીં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિસ્ટંગ નિદ્ધતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યકતતા. ૯. તેણે મુજ આતમા તુજ થકી નીપજે; માહરી સંપદા સકલ મુજ સંપજે; તીણે મનમંદિરે ધર્મ પ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈયે. ૧૦. E (૧૬) શ્રી શાંતિનાથ પ્રભુ જિન સ્તવન
(આખંડીયે મેં આજ શેત્રુંજો દીઠો રે.એ દેશી) - જગત દીવાકર જગત કૃપાનિધિ, વહાલા મારા સમવસરણમાં બેઠારે; ચઉમુખ ચઉચિત ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠારે, ભવિક જન હરખોરે, નીરખી શાંતિ નિણંદ. ભ૦ ઉપશમ રસનો કંદ નહિ ઈણ સરીખોરે. એ આંકણી ૧. પ્રાતિહારજ અતિશય શોભા વાવ તે તો કહીય ન જાવે રે; ઘુક બાલકથી રવિ કરભરનું વર્ણન કેણી પેરે થાવેરે. ભ૦ ૨. વાણી ગુણ પાંત્રીશ અનોપમ વા૦ અવિસંવાદ સરૂપેરે; ભવ દુઃખ વારણ શિવસુખકારણ, શુદ્ધ ધર્મ પ્રરૂપેરે. ભ૦ ૩. દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશિ મુખ વા૦ ઠવણા જિન ઉપગારી રે; તસુ આલંબન લહીય અનેકે, તીહાં થયા સમકિત ધારી રે. ભ૦ ૪. પટ નય કારજ
उ४८