________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી
Ř (૧૪) શ્રી અનંતનાથજિન સ્તવન (દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ-એ દેશી)
મૂરતિ હો પ્રભુ મૂતિ અનંત જિણંદ, તાહરી હો પ્રભુ તાહરી મુજ નયણે વસીજી, સમતા હો પ્રભુ સમતા રસનો કંદ, સહેજે હો પ્રભુ સહેજે અનુભવ રસ લહીજી ૧. ભવદવ હો પ્રભુ ભવદવ તાપિત જીવ, તેહને હો પ્રભુ તેહને અમૃતધન સમજી, મિથ્યા હો પ્રભુ, મિથ્યા વિષની ખીવ, હરવા હો પ્રભુ હરવા જાંગુલિ મન રમીજી. ૨. ભાવ હો પ્રભુ ભાવ ચિંતામણિ એહ, આતમ હો પ્રભુ આતમ સંપત્તિ આપવાજી; એહીજ હો પ્રભુ એહીજ શિવસુખ ગેહ, તત્ત્વ હો પ્રભુ તત્ત્વાલંબન સ્થાપવાજી. ૩. જાયે હો પ્રભુ જાયે આશ્રવ ચાલ, દીઠે હો પ્રભુ દીઠે સંવરતા વધેજી; રત્ન હો પ્રભુ રત્નત્રયી ગુણમાલ, અધ્યાતમ હો પ્રભુ અધ્યાતમ સાધન સધેજી. ૪. મીઠી હો પ્રભુ મીઠી સૂરત તુજ, દીઠી હો પ્રભુ દીઠી રુચિ બહુમાનથીજી; તુજ ગુણ હો પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત સેવે હો પ્રભુ સેવે તસુ ભવભય નથીજી. ૫. નામે હો પ્રભુ નામે અદ્ભુત રંગ, ઠવણા હો પ્રભુ ઠવણા દીઠે ઉલ્લસેજી; ગુણ આસ્વાદ હો પ્રભુ ગુણ આસ્વાદ અભંગ, તન્મય હો પ્રભુ તન્મયતાએ જે ધસેજી. ૬. ગુણ અનંત હો પ્રભુ ગુણ અનંતનો વૃંદ, નાથ હો પ્રભુ નાથ અનંતને આદરેજી; દેવચંદ્ર હો પ્રભુ દેવચંદ્રને આણંદ, પરમ હો પ્રભુ પરમ મહોદય તે વરેજી. ૭.
ૐ (૧૫) શ્રી ધર્મનાથ પ્રભુ જિન સ્તવન
ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીયે; જાતિ જસુ એકતા તેહ પલટે નહીં, શુદ્ધ ગુણ પજજવા વસ્તુ સત્તામયી. ૧. નિત્ય નિરવયવ વળી એક અક્રિયપણે, સર્વગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી ઈતર સાવયવ વિશેષતા, વ્યકત ભેદે પડે જેહની ભેદતા. ૨. એકતા પિંડને નિત્ય અવિનાશિતા, અસ્તિ નિજ ઋદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવ શ્રુત ગમ્ય અભિલાપ્ય અનંતતા, ભવ્ય પર્યાયની જે પરાવર્તિતા. ૩. ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા, નાશ ઉત્પાદ
૩૪૭