________________
-
-
-
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી એકત્વે, એવંભૂત તે અમÄજી. શ્રી૦ ૫. ઉત્સર્ગે સમકિત ગુણ પ્રગટ્યો, નૈગમ પ્રભુતા અંશેજી; સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિપદ ભાવ પ્રશંસેજી. શ્રી. ૬. ઋજુસૂત્રે જે શ્રેણિ પદસ્થ, આત્મશક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી. શ્રી૦ ૭. ભાવ સયોગિ અયોગિ શૈલેશે, અંતિમ દુગ નય જાણો જી; સાધનતાએ નિજ ગુણ વ્યક્તિ, તેહ સેવના વખાણો જી. શ્રી. ૮. કારણ ભાવ તેહ અપવાદે, કાર્ય રૂપ ઉત્સર્ગેજી, આત્મભાવ તે ભાવ દ્રવ્ય પદ, બાહ્ય પ્રવૃતિ નિસર્ગેજી. શ્રી ૯. કારણ ભાવ પરંપરા સેવન; પ્રગટે કારજ ભાવોજી; કારજ સિદ્ધ કારણતા વ્યય, શુચિ પરિણામિક ભાવોજી. શ્રી) ૧૦. પરમ ગુણી સેવન તન્મયતા, નિશ્વય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી. ૧૧.
5 (૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન : (થારા મહેલા ઉપર મેહ, ઝરૂખે વીજળી હો લાલ-એ દેશી)
દીઠો સુવિધિ નિણંદ, સમાધિરસે ભર્યો હો લાલ, સમાધિરસે ભર્યો ભાસ્યું આત્મ સ્વરૂપ, અનાદિનો વિસર્યો હો લાલ અ૦ સકલ વિભાવ ઉપાધિ. થકી મન ઓસર્યો હો લાલ, થ૦ સત્તા સાધન માર્ગ, ભણી એ સંચર્યો હો લાલ ભ૦ ૧. તુમ પ્રભુ જાણગ રીતિ, સરવ જગ દેખતા હો લાલ, સ0 નિજ સત્તા એ શુદ્ધ, સહુને લેખતા હો લાલ, સ0 પર પરિણત અદ્વેષપણે ઉવેખતા હો લાલ, પણ૦ ભોગ્યપણે નિજશક્તિ, અનંત ગવેષતા હો લાલ. અ. ૨. દાનાદિક નિજ ભાવ હતા જે પરવશા હો લાલ. હતા, તે નિજ સન્મુખ ભાવ. ગ્રહી લહી તુજ દશા હો લાલ, ઝ૦ પ્રભુનો અદ્ભુત યોગ, સ્વરૂપ તણી રસા હો લાલ, સ્વ૦ વાસે ભાસે તાસ, જાસ ગુણ તુજ જિસા હો લાલ, જા૦ ૩. મોહાદિકની ધૂમ, અનાદિની ઉતરે હો લાલ, અ૦ અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ. સ્વ૦ તત્ત્વ રમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ, ભ૦ તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ સ્વા૦ ૪. પ્રભુ છો ત્રિભુવન નાથ,
૧૩૪૩ ૩૪૩