________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
× (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
(હો સુંદર તપ સરીખો જગ કો નહીં-એ દેશી)
શ્રી સુપાસ આનંદમેં, ગુણ અનંતનો કંદ હો૦ જિનજી૦ જ્ઞાનાનંદે પુરણો, પવિત્ર ચારિત્રાનંદ હો; જિ૦ શ્રી સુપાસ૦ ૧. સંરક્ષણ વિણ નાથ છો, દ્રવ્ય વિના ધનવંત હો. જિ૦ કર્તા પદ કિરિયા વિના, સંત અજેય અનંત હો. જિ૦ શ્રી સુપાસ૦ ૨. અગમ અગોચર અમર તું, અન્વય ઋદ્ધિ સમૂહ હો, જિ૦ વર્ણ ગંધ રસ ફરસ વિણ, નિજ ભોક્તા ગુણ વ્યુહ હો. જિજ શ્રીસુપાસ૦ ૩. અક્ષયદાન અચિંતના, લાભ અયત્ને ભોગ હો, જિ૦ વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભોગ હો જિ૦ શ્રી સુપાસ૦ ૪. એકાંતિક આત્યંતિકો સહજ અમૃત સ્વાધીન હો, જિ॰ નિરુપચરિત નિર્દે સુખ, અન્ય અહેતુક હો પીન જિ૦ શ્રી સુપાસ૦ ૫. એક પ્રદેશે તાહરે, અવ્યાબાધ સમાય હો. જિ૦ તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ ન માય હો જિ૦ શ્રી સુ૦ ૬. એમ અનંત ગુણનો ધણી, ગુણ ગુણનો આનંદ હો. જિ૦ ભોગ રમણ આસ્વાદ યુત, પ્રભુ તું પરમાનંદ હો. જિ૦ શ્રી સુપાસ૦ ૭. અવ્યાબાધ રૂચિ થઈ, સાધે અવ્યાબાધ હો, જિ૦ દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હો. જિ૦ શ્રી સુપાસ૦ ૮
× (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન (શ્રી શ્રેયાંસ જિન અંતરયામી-એ દેશી)
શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હલીયાજી; આતમ ગુણ અનુભવથી મલીયા, તે ભવ ભયથી ટલીયાજી, શ્રી ચંદ્રપ્રભ૦ ૧. દ્રવ્ય સેવવંદન નમનાદિક, અર્ચન વલી ગુણ ગ્રામોજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિઃકામોજી, શ્રી0 ૨. ભાવ સેવ અપવાદે નૈગમ, પ્રભુ ગુણને સંકલ્પેજી; સંગ્રહ સત્તા તુલ્યારૂપે, ભેદાભેદ વિકલ્પેજી. શ્રી૦ ૩. વ્યવહારે બહુ માન જ્ઞાન નિજ, ચરણે જન ગુણ ૨મણાજી; પ્રભુ ગુણ આલંબી પરિણામે, ૠપદ ધ્યાન સ્મરણાજી. શ્રી ૪. શબ્દે શુક્લ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દશમેજી, બીય શુકલ અવિકલ્પ
૩૪૨