________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી આરોપિત સુખ ભ્રમ ટલ્યો રે, ભાસ્યો અવ્યાબાધ; સમર્યું અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય. અજિત૦ ૭. ગ્રાહકતા સ્વામીત્વતારે, વ્યાપક ભોક્તા ભાવ; કારણતા કારજ દશારે; સકલ ગ્રહ્યું નિજભાવ. અજિત) ૮. શ્રદ્ધા ભાસન રમણતારે, દાનાદિક પરિણામ; સકલ થયા સત્તા રસીરે, જિનવર દરિસણ પામ. અજિત) ૯. તિણે નિર્ધામક માહણો રે, વૈધ ગોપ આધાર; દેવચંદ્ર સુખસાગરૂરે, ભાવ ધરમ દાતાર. અજિત) ૧૦. EF (૩) શ્રી સંભવનાથ જિન સ્તવન -
(ધણરા ઢોલા-એ દેશી) શ્રી સંભવ જિનરાજજીરે, તાહરૂં અકલ સ્વરૂપ, જિનવર પૂજો; સ્વપર પ્રકાશક દિનમણિરે, સમતા રસનો ભૂપ, જિનવર ૧. પૂજો પૂજોરે ભવિકજન પૂજો, પ્રભુ પૂજ્યા પરમાનંદ. જિન) એ આંકણી, અવિસંવાદ નિમિત્ત છો રે, જગત જંતુ સુખ કાજ; જિન) હેતુ સત્ય બહુમાનથીરે, જિન સેવ્યા શિવરાજ. જિન૦ ૨. ઉપાદાન આતમ સહીરે, પુષ્ટાલંબન દેવ; જિનવ ઉપાદાન કારણપણેરે, પ્રગટ કરે પ્રભુ સેવ. જિન) ૩. કારજ ગુણ કારણપણેરે, કારણ કારજ અનૂપ; સકલ સિદ્ધતા તાહરી રે, મહારે સાધનરૂપ. જિન) ૪. એકવાર પ્રભુ વંદનારે, આગમ રીતે થાય; જિન- કારણ સત્ય કાર્યનીરે, સિદ્ધિ પ્રતીત કરાય. જિન) ૫. પ્રભુ પણે પ્રભુ ઓળખીરે, અમલ વિમલ ગુણ ગેહ; જિન, સાધ્યદ્રષ્ટિ સાધકપણેરે, વંદે ધન્ય નર તેહ. જિન) ૬. જન્મ કૃતારથ તેહનોરે, દિવસ સફલ પણ તાસ, જિનવ જગત શરણ જિન ચરણનેરે, વંદે ધરીયે ઉલ્લાસ જિન, ૭. નિજ સત્તા નિજ ભાવથીરે, ગુણ અનંતનું ઠાણ; જિન દેવચંદ્ર જિનરાજજીરે, શુદ્ધ સિદ્ધિ સુખ ખાણ. જિન, ૮.
ક (૪) શ્રી અભિનંદન જિન સ્તવન BE
ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસ રીત હો મિત્ત કયું પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત.
(૩૩૯)