________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી દેવચંદ્રજી કૃત ચોવિશી = (૧) ઋષભદેવસ્વામીનું સ્તવન by
ઋષભ જિણંદશું પ્રીતડી, કીમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વશ્યા, તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર. ૧. કાગળ પણ પહોચે નહિ, નવી પહોંચે હો તીહાં કો પરધાન, જે પહોચે તે તુમ સમો, નવી ભાખે હો કોઈનું વ્યવધાન. ઋષભ૦ ૨. પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તો વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેલવવી હો તે લોકોત્તર માર્ગ. ઋષભ૦ ૩. પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજબ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હો કહો બને બનાવ. ઋષભ૦ ૪. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તો તે જોડે એહ; પરમ પુરપથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. ઋષભ૦ ૫. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચલ સુખવાસ. ઋષભ૦ ૬. ૬ (૨) શ્રી અજિતનાથ જિન સ્તવન :
(દેખો ગતિ દેવની રે-એ દેશી) જ્ઞાનાદિક ગુણ સંપદારે, તુજ અનંત અપાર; તે સાંભળતા ઉપનીરે, રુચિ તેણે પાર ઉતાર, અજિતજિન તારજોરે. તારજો દીન દયાળ. અજિત) ૧. એ આંકણી. જે જે કારણ જેહનું રે, સામગ્રી સંયોગ; મળતાં કારજ નીપજે રે, કર્તા તેણે પ્રયોગ. અજિત) ૨. કાર્ય સિદ્ધિ કર્તા વસુ રે; લહી કારણ સંયોગ; નિજ પદ કારકપ્રભુ મીત્યારે, હોય નિમિત્તેહ ભોગ, અજિત) ૩. અજકુલગત કેસરી લહેરે, નિજપદ સિંહ નિહાળ; તિમ પ્રભુ ભક્ત ભવી લહેરે, આતમ શક્તિ સંભાળ. અજિત) ૪. કારણ પદ કર્તા પણે રે, કરી આરોપ અભેદ; નિજ પદ અરથી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ. અજિત ૫. એહવા પરમાતમ પ્રભુરે પરમાનંદ સ્વરૂપ; સ્યાદ્ધાદ સત્તા રસીરે, અમલ અખંડ અરૂપ. અજિત ૬
૩૩૮