SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધન ચોવીશી 5 (૨૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન H. ( રાગ ધનાશ્રી ) વિર જિનેશ્વરને ચરણે લાગું, વિરપણું તે મારું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જિત નગારૂં વાગ્યું રે. વિર૦ ૧. છઉમથ્થ વિર્ય લેશ્યા સંગે, અભિસંદ્ધિજ મતિ અંગેરે; સૂક્ષ્મ સ્થલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે. વિર૦ ૨. અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખેરે; પુદ્ગલ ગણ તેણે લેશું વિશેષે, યથાશક્તિ મતિ લેખેરે. વીર૦ ૩. ઉત્કૃષ્ટ વીરયને વેસે, યોગ ક્રિયા નવી પેસે રે; યોગ તણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન ખેસે રે; વીર. ૪. કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહ અયોગી રે. વિર૦ ૫. વિરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રવપદ પહિચાણે રે. વીર૦ ૬. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગેરે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદધન પ્રભુ જાગે રે. વિર૦ ૭. 339
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy