________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ભોગવોરે, બ્રહ્મચારી ગતરોગ. મ. ૧૨. જિણ જોણે તમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ. મ૦ એકવાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ. મ૦ ૧૩. મોહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વ વિચાર; મ0 વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મ0 ૧૪. સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મ૦ આશય સાથે ચાલીએ રે, એહીજ રૂડું કામ, મ૦ ૧૫. ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર; મ૦ ધારણ પોષણ તારણો રે, નવરસ મુગતાહાર. મ૦ ૧૬. કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગયું ન કાજ અકાજ; મ0 કૃપા કરી મુજ દીજીએરે, આનંદઘન પદ રાજ. મ૦ ૧૭. (૨૩) શ્રી પાર્શ્વનાથસ્વામીનું સ્થવન 5
( રાગ સારંગ, રસીઆની દેશી ) - ધ્રુવપદ રામીહો સ્વામિ માહરા, નિકામી ગુણરાય; સુજ્ઞાની નિજ ગુણ કામીહો પામી તું ઘણી, ધ્રુવ આરામી હો થાય. ૧. સર્વ વ્યાપી કહો સર્વ જાણગ પણે, પર પરિણમન સ્વરૂપ; સુ0 પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ. સુવ ધ્રુવ ૨. જોય અનેકે હો જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ; સુ0 દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતા હો એમ. સુ0 ઘૂ૦ ૩. પરક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન; સુ0 અસ્તિપણું નિજક્ષેત્રે તમે કહ્યું, નિર્મલતા ગુણમાન. સુવ ધ્રુવ ૪. શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરૂ, કાળ પ્રમાણે રે થાય; સુ0 સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુ0 ધૂ૦ ૫. પરભાવે કરી પરતાં પામતાં, સ્વસત્તા વિર ઠાણ; સુ0 આત્મ ચતુષ્કમથી પરમાં નહીં, તો કિમ સહુનો રે જાણ સુ0 ઘૂ૦ ૬. અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત; સુ0 સાધારણ ગુણની સાધર્મેતા, દર્પણ જલને દૃષ્ટાંત સુ0 ધૂ૦ ૭. શ્રી પારસજિન પારસરસ સમો, પણ ઈહાં પારસ નાહિ; સુ0 પૂરણ રસીઓ હો નિજ ગુણ પરસનો, આનંદધન મુજ માંહિ. ધ્રુવ ૮.
૧. લાજ, ૨. ઉપદ્રવ
૩૩ ૬