________________
આનંદધન ચોવીશી પરંપરા અનુભવ રે; સમય પુરુષનાં અંગ કહ્યા છે, જે છેદે તે દુર્ભવશે. પડ૦ ૮. મુદ્રા બીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે; જે ધ્યાવે તે નવિ વંચજે, ક્રિયા અવંચકભોગેરે, પડ૦ ૯. શ્રત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે; કિરિયા કરી નવિ સાધી શકીએ; એ વિષવાદ ચિત્ત સઘળે રે. પડ૦ ૧૦. તે માટે ઉભા કરજોડી, જિનવર આગલ કહીયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીયે રે પડ૦ ૧૧. ૬ (૨૨) શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન BE
( રાગ - મારૂણી ધરણા ઢોલા - એ દેશી ) અષ્ટ ભવાંતર વાલહીરે, તું મુજ આતમરામ મનરા વાલા, મુગતિ સ્ત્રીશું આપણેરે, સગપણ કોઈ ન કામ. મ૦ ૧. ઘર આવો હો વાલમ ઘર આવો, મહારી આશાના વિસરામ, મ0 રથ ફેરો હો સાજન રથ ફેરો, સાજન મહારા મનોરથ સાથ. મ૦ ૨. નારી પખો શો નેહલોરે, સાચ કહે જગનાથ, મ0 ઈશ્વર અર્ધાગે ધીરે, તું મુજ ઝાલે ના હાથ મ૦ ૩. પશુ જનની કરૂણા કરી રે; આણી હૃદય વિચાર; મ૦ માણસની કરૂણા નહિરે, એ કુણ ધર આચાર. મ૦ ૪. પ્રેમકલ્પ તરૂ છેદીયોરે, ધરિયો જોગ ધતુર; મ0 ચતુરાઈરો કુણ કહોરે ગુરુ મિલિયો જગસુર. મ૦ ૫. મારું તો એમાં ક્યુંહી નહિરે આપ વિચારો રાજ, મ0 રાજસભામાં બેસતારે, કિસડી બધસી લાજ. મ૦ ૬. પ્રેમ કરે જગ જન સહુને, નિરવાહે તે ઓર, મ0 પ્રીત કરીને છોડી દે રે, તેહ શું ન ચાલે જોર. મ૦ ૭. જો મનમાં એવું હતું રે, નિસપત કરત ન જાણ; મ0 નિસપત કરીને છાંડતાં રે, માણસ હુએ નુકસાન મ૦ ૮. દેતાં દાન સંવત્સરીરે, સહુ લહે વાંછિત પોષ; મ0 સેવક વાંછિત નવિ લહેરે, એ સેવકનો દોષ મ0 ૯. સખી કહેએ શામલો રે, હું કહું લક્ષણ સેત; મ૦ ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેતે. મ૦ ૧૦. રાગી શું રાગી સહુ રે, વૈરાગી શ્યો રાગ; મ0 રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માગ, મ૦ ૧૧. એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલો એ જાણે લોક; મ૦ અનેકાંતિક
૩૩૫