SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મુનિ૦ ૪. સૌગત મત રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો, બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો. મુનિ૦ ૫. ભૂતચતુષ્ક વર્જિત આતમ તત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તો શું કીજે શકટે. મુનિ ૬. એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. મુનિ૦ ૭. વલતું જગગુરુ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગ દ્વેષ મોહ પખ વર્જિત આતમશું રઢ મંડી. મુનિ૦ ૮. આતમ ધ્યાન કરે જો કોઈ, સો ફીર ઈણ મેં નાવે; વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે. મુનિ ૯. જિણે વિવેક ધરિએ પખ ગ્રહિયો, તે તત્ત્વજ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, આનંદધન પદ લહિયે. મુનિ૦ ૧૦. પુ (૨૧) શ્રી નમિનાથસ્વામીનું સ્તવન ( રાગ - આશાવરી ) ( ધન ધન સંપ્રતિ સાચો રાજા એ દેશી ) - પડદરિસણ જિનઅંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડ દિરસણ આરાધે રે; ષડ ૧ એ આંકણી. જિન સુર પાદપ પાય વખાણો, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહો દુગ અંગ અખેદેરે . પડ૦ ૨. ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે, લોકાલોક અવલંબન ભજીયે, ગુરુગમથી અવધારી રે. પડ ૩. લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જો કીજેરે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે ષડ૦ ૪. જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગેરે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગેરે. ષડ૦ ૫. જિનવરમાં સઘળા દરિસણ છે, દરિસણે જિનવર ભજનારે; સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં સાગર ભજનારે, ષડ૦ ૬. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; શ્રૃંગી ઈલીકાને ચટકાવે, તે ભૃગી જગ જોવેરે. ષડ૦ ૭. ચુર્ણી ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ ૩૩૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy