________________
આનંદધન ચોવીશી
સમકિત સાથે સગાઈ કીધી, સપરીવાર શું ગાઢી; મિથ્યામતિ અપરાધણ જાણી ઘરથી બાહિર કાઢી. હો મલ્લિ૦ ૪. હાસ્ય અરતિ રતિ શોક દુર્ગછા, ભય પામર કરસાલી; નોકષાય ગજ શ્રેણી ચડતાં, શ્વાન તણી ગતિ ઝાલી. હો મલિ૦ ૫. રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણમોહના યોદ્ધા, વીતરાગ પરિણતિ પરિણમતાં, ઉઠી નાઠા બોધા. હો મલિ૦ ૬. વેદોદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી; નિઃકામી કરૂણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી. હો મલ્લિ૦ ૭. દાન વિઘન વારી- સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક, પરમ લાભ રસ માતા હો, મલ્લિ૦ ૮. વીર્ય વિઘન પંડિત વીર્ય હણી, પૂરણ પદવી યોગી; ભોગપભોગ દોય વિઘન નિવારી, પૂરણ ભોગ સુભોગી. હો. મલ્લિ૦ ૯. એ અઢાર દુષણ વર્જિત તન, મુનિજન વંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા, હો. મલ્લિ૦ ૧૦. ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદધન પદ પાવે. હો, મલ્લિ૦ ૧૧
(૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન BE
( રાગ-કાફી, આધા આમ પધારો પૂજય-એ દેશી)
મુનિસુવ્રત જિનરાજ, એક મૂજ વિનતિ નિર્ણો; આતમતત્ત્વ ક્યું જાણું જગતગુરુ, એહ વિચાર મુજ કયિો; આતમ તત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત સમાધિ નવિ લહિયો. મૂનિસુવ્રત જિનરાજ0 ૧. કોઈ અબંધ આતમ તત્ત માને, કિરિયા કરતો દિસે; કિરિયા તણું ફલ કહો કુણ ભોગવે, ઈમ પૂછ્યું ચિત્ત રીસે મુનિ, ૨. જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરિખો; દુઃખ સુખ શંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરનો મુનિ) ૩. એક કહે નિત્ય જ આતમ તત્ત, આતમ દરિસણ લીનો; કૃત વિનાશ આકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હીણો.
૧. ચોથી, ૨. કપાયના પેટા ભેદો.
-
૩૩૩