SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા માનું, એ કહી વાત છે મોટી. હો કું. ૮. મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું; આનંદધન પ્રભુ મારૂં આણો, તો સાચું કરી જાણે. હો કુંથુજિન) ૯. 5(૧૮) શ્રી અરનાથસ્વામીનું સ્તવન HE (રાગ-પરજ, ઋષભનો વંશ રયણાયરૂએ દેશી). ધરમ પરમ અરનાથનો, કેમ જાણે ભગવંતરે; સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંતરે. ઘ૦ ૧. એ આંકણી. શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમાય એહ વિલાસ રે; પરતણી છાંયડી જે પડે, તે પર સમય નિવાસ રે. ધ ૨. તારા નક્ષત્ર ગ્રહ ચંદની. જ્યોતિ દિનેશ મોઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે. ઘ૦ ૩. ભારી પીલો ચીકણો, કનક અનેક તરંગ ૨, પર્યાયદષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગરે, ઘ૦ ૪. દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પિજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધ૦ ૫. પરમારથ પંથ જે કહે, તે રંજે એક સંતરે; વ્યવહારે લખે જે રહે, તેહના ભેદ અનંત રે ધ૦ ૬ વ્યવહારે લખે દોહિલો, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથ રે. ધ૦ ૭. એક પખી લખી પ્રીતિની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથ રે. ધO ૮. ચકી ધરમ તીરથ તણો, તીરથ ફલ તતસાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે ઘ૦ ૯ - 5 (૧૯) શ્રી મલ્લિનાથ સ્વામીનું સ્તવન 35 (રાગ-કાફી) સેવક કિમ અવગણીયે હો મલિજિન, એહ અબ શોભા સારી; અવર જેઠને આદર અતિ દીયે, તેહને મૂલ નિવારી. હો મલ્લિ૦ ૧. જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દશા રીસાણી, જાતા કાણ ન આણી. હો મલ્લિ0 ૨. નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપનદશા રીસાણી; જાણી ન નાથ મનાવી. હો મલ્લિ૦ ૩. ૩૩૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy