________________
આનંદધન ચોવીશી
F (૧૪) શ્રી અનંતનાથસ્વામીનું સ્તવન ક
ધાર તરવારની સોહલી દોહલી, ચઉદમા જિન તણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ૧. એ આંકણી. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહે લેખે. ધાર૦ ૨. ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલ રાજે. ધાર૦ ૩. વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચો. ધાર૦ ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરે, છાર પર લીપણું તેહ જાણો. ધાર૦ ૫. પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જિશ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ધાર૦ ૬. એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે પાર૦ ૭. 5(૧૫) શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન ક
(રાગ-ગાડી સારંગ, દેશી-રશીયાની) ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત. જિનેશ્વર૦ બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિનેધર્મ ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ. જિ૦ ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિ0 ર પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; જિ૦ હૃદય નયણ નિહાલે જગ ધણી, મહિમા મેરૂ સમાન. જિ0 ધર્મ) ૩ દોડતા દોડતા દોડતા દોડીયો, જેતી મનની રે દોડ; જિ0 પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ0 ધર્મ) ૪ એક પખી રે કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા
૩૨૯
૩૨૯