________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
gi (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન , ( રાગ-ગોડી તથા પરજીય તંગિયાગિરિ શિખરે સોહે - દેશી)
વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ધનનામી પરનામીરે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામીરે. વાસુ) ૧. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારોરે. વાસુ) ૨ કર્ના પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયેરે, એક અનેકરૂપ નથવાદે, નિયત નર અનુસરિયેરે. વાસુ0 ૩. દુઃખ સુખ રૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદોરે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. વાસુ૦ ૪ પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફલ ભાવીરે જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, લેજો તેહ મનાવરે. વાસુ) ૫ આતમ જ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગીરે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગીરે. વાસુપૂજ્ય૦ ૬. ક (૧૩) શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન 5
(રાગ મલ્હાર, ઈડર અંબર આંબલીરે-એ દેશી) દુઃખ દોહગ દૂરે ટળ્યારે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયોરે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ, મહારાં સિધ્ધાં વાંછિત કાજ, વિમલ જિન દીઠાં. ૧. ચરણ કમળ કમલા વસેરે, નિર્મલ થિર પદ દેખ, સમલ અથિર પદ પરિહરીરે, પંકજ પામર પેખ. વિ૦ શ્રી. ૨. મુજ મન તુજ પદ પંકજેરે, લીનો ગુણ મકરંદ, રંક ગણે મંદરધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર. વિ૦ દી૩. સાહિબ સમરથ તું ધણીરે, પામ્યો પરમ ઉદાર; મન વિસરામી વાલહોરે, આતમચો આધાર વિ૦ દીઠ ૪. દરિસણ દીઠે જિનતણુંરે, સંશયે ન રહે વેધ. દિનકર કરભર પસરતાંરે, અંધકાર પ્રતિષેધ. વિ૦ દી) ૫. અમિય ભરી મૂરતિ રચીરે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતીરે; નિરખત તૃપ્તિ ન હોય. વિ૦ દીઠ ૬. એક અરજ સેવક તણીરે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીયેરે, આનંદઘન પદ સેવ. વિ૦ દી) ૭.
-
- -
૧. આત્માનો
૩૨૮