________________
આનંદધન ચોવીશી
-
--
-
gi (૧૦) શ્રી શીતલનાથસ્વામીનું સ્તવન ,
(મંગલિક માલા ગુણહ વિશ લા-એ દેશી) શિતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહરે; કરૂણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહરે. શીત) ૧. સર્વ જંતુ હિતકરણી કરૂણા, કર્મ વિદારણ તીક્ષણરે; હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વિક્ષણરે. શી) ૨. પરદુઃખ છેદન ઈચ્છા કરૂણા, તીક્ષણ પરદુઃખ રીઝેરે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝેરે. શ૦ ૩. અભયદાન તે મલક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરક વિણ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવેરે. શ૦ ૪. શક્તિ વ્યક્તિ ત્રિભુવન, પ્રભુતા, નિગ્રંથતા સંયોગેરે; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગેરે. શી) ૫. ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતીરે; અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદધન પદ લેતીરે. શીતલ જિનપતિ૬. E (૧૧) શ્રી શ્રેયાંસનાથસ્વામીનું સ્તવન 5.
(રાગ-ગોડી અહો મતવાલે સાજના-એ દેશી) શ્રી શ્રેયાંસ જિન અંતરયામી, આતમરામી નામીરે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામીરે. શ્રી શ્રે૦ ૧. સયલ સંસારી ઈદ્રિયરામી, મુનિગણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિઃકામીરે. શ્રી શ્રે) ૨. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએરે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએરે. શ્રી શ્રેo ૩. નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ કંડોરે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહ શું રઢ મંડોરે. શ્રી શ્રે) ૪. શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રેo . અધ્યાતમ જે. વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત વાસીરે. શ્રી શ્રેયાંસ૦ ૬.
ફિર૭