________________
આનંદધન ચોવીશી FE (૭) શ્રી સુપાર્શ્વનાથસ્વામીનું સ્તવન ક
(રાગ-સારંગ તથા મલહાર-લલનાની દેશી) શ્રી સુપાસ જિન વંદીયે, સુખ સંપત્તિનો હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવ સાયરમાંહે સેતુ. લલના) શ્રી સુપાસ) ૧. સાત મહા ભય ટાલતો, સપ્તમ જિનવર દેવ; લ૦ સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લ૦ શ્રી સુ) ૨. શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લ૦ જિન અરિહા તીર્થકરૂ,
જ્યોતિ સ્વરૂપ અસમાન. લ૦ શ્રી સુપાસ) ૩. અલખ નિરંજન વચ્છલ, સકલ જંતુ વિશરામ; લ૦ અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ. લ૦ શ્રી સુપાસી ૪. વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ, લ0 નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ. લ૦ શ્રી સુપાસ) પ. પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લ૦ પરમ પદારથ પરમેષ્ઠિ, પરમ દેવ પરમાન. લ૦ શ્રી સુપાસ) ૬. વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષિકેશ જગનાથ; લ0 અઘહર અવમોચન ધણી, મુક્તિ પરમ પદ સાથ લ૦ શ્રી સુપાસ૦ ૭. એમ અનેક અભિધાધરે. અનુભવગમ્ય વિચાર; લ૦ જેહ જાણે તેહને કરે, આનંદધન અવતાર. લ૦ શ્રી સુપાસ જિન વંદિયે. ૮. E (૮) શ્રી ચંદ્રપ્રભાસ્વામીનું સ્તવન SF
(રાગ-કેદારો તથા ગોડી) (કુંવરી રોવે આઠંદ કરે, અને કોઈ મૂકાવે-એ દેશી)
દેખણ દે રે સખી મને દેખણ, ચંદ્રપ્રભ મુખ ચંદ; સખિ૦ ઉપશમ રસનો કંદ; સ0 સેવે સુરનર ઈદ્ર, સખિ૦ ગત કલિમલ દુઃખ દંદ. સખિ મુને ૧. સુહુમ નિગોદે ન દેખિયો, સખિ૦ બાદર અતિહિ વિશેષ; સ0 પુઢવી આઉન લેખિયો, સ0 તેલ વાઉ ન લેશ. સ0 ર. વનસ્પતિ અતિ ઘણ દિહા, સ) દીઠો નહીં દેદાર; સ0 બિતિ ચઉરિંદી જલલિહા, સ0 ગતિ સન્નિ પણ ધાર
૧. નામાં
૩ ૨૫