________________
-
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા H (૫) શ્રી સુમતિનાથસ્વામીનું સ્તવન .
( રાગ - વસંત તથા કેદારો) સુમતિ ચરણ કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર; સુજ્ઞાની, મતિ તરપણ બહુ સમ્મત જાણિયે, પરિસરપણ સુવિચાર. સુજ્ઞાની, સુમતિ. ૧. ત્રિવિધ સકલ તનુધરગત આતમા બહિરાતમ ધુરિ ભેદ, સુ0 બીજો અંતર આતમાં તીસરો, પરમાતમ અવિચ્છેદ. સુ0 સુમતિ) ૨. આતમ બુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અધરૂ૫; સુ0 કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ. સુ0 સુમતિ) ૩. જ્ઞાનાનંદ હો પુરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ; સુ0 અતીદ્રિ ગુણ ગણ મણિ આગરૂ, એમ પરમાતમ સાધ. સુ0 સુમતિ) ૪. બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ; સુ0 પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અપેણ દાવ, સુ0 સુમતિ) ૫. આતમ અર્પણ વસ્તુ વિચારતાં; ભરમ ટળે મતિ દોષ; સુ0 પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદધન રસ પોષ સુ0 સુમતિ૬. E (૬) શ્રી પદ્મપ્રભુસ્વામીનું સ્તવન 5.
| (રાગ-મારૂ તથા સિંધુઓ) (ચાંદલીયા સંદેશો કહેજે મારા કંતરે - એ દેશી)
પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂપે, કિમ ભાંજે ભગવંત; કર્મ વિપાકે હો કારણ જોઈનેરે, કોઈ કહે મતિમંત. પદ્મપ્રભ૦ ૧ પયઈ ઠિઈ અણુબાગ પ્રદેશથીરે, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણારે, સત્તા કર્મ વિચ્છેદ. પદ્મપ્રભ૦ ૨ કનકાપલવત પડિ પુરૂષ તણીરે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગી જિહાં લગે આતમારે, સંસારી કહેવાય, પદ્મપ્રભ૦ ૩ કારણ જોગે હો બાંધે બંધનેરે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમેરે, હેય ઉપાદેય સુણાય. પદ્મપ્રભ૦ ૪ મુંજન કરણે હો અંતર તુજ પડયોરે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ યુકતે કરી પંડિત જન કહ્યોરે, અંતર ભંગ સુસંગ. પદ્મપ્રભ૦ ૫ તુજ મુજ અંતર અંતર ભાંજશેરે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વાધશેરે, આનંદધન રસપૂર. પદ્મપ્રભ૦ ૬
૩૨૪