________________
આનંદધન ચોવીશી
ક (૩) શ્રી સંભવનાથસ્વામીનું સ્તવન BE
( રાગ-રામગ્રી-રાતલડી રમીને કિહાંથી આવીયારે એ દેશી ) સંભવદવ તે ધુર સેવા સવેરે, લહિ પ્રભુ સેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અપ અખેદ. સંભવ૦ ૧ ભય ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીયેરે, દોષ અબોધ લખાવ સંભવ૦ ૨ ચરમાવર્તે હો ચરણ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોપ ટળે વળી દ્રષ્ટિ ખુલે ભલીરે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ૦ ૩ પરિચય પાતિક ઘાતક સાધુશુંરે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરીરે, પરિશીલન નય હેત સંભવ૦ ૪ કારણ જોગે હો કારજ નીપજે રે, એહમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાબિયેરે, એ નિજ મત ઉનમાદ. સંભવ૦ ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરેરે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત સેવક યાચનારે, આનંદધન રસરૂપ. સંભવ૦ ૬
5 (૪) શ્રી અભિનંદન સ્વામીનું સ્તવન bi
(આજ નિહેજોરે દીસે નાહલો-એ દેશી) અભિનંદન જિન દરિશણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ; મત મત ભેદરે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિ૦ ૧ સામાન્ય કરી દરિસણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અભિ૦ ૨ હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુ ગમ કો નહીં, એ સબલો વિપવાદ. અભિ૦ ૩ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગુ કોઈ ન સાથ. અભિ૦ ૪ દરિસણ દરિસણ રટતો જો ફરું, તો રણ રોઝ સમાન; જેહને પીપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન. અભિ૦ ૫. તરસ ન આવે તો મરણ જીવન તણી, સીઝે જો દરિસણ કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદધન મહારાજ. અભિનંદન ૬
૩ ૨ ૩