________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી આનંદઘનજી કૃત ચોવીશ જિનના સ્તવનો
E (૧) ઋષભદેવસ્વામીનું સ્તવન (કરમ પરીક્ષા કરણ કુમાર ચાલ્યો રે - એ દેશી ) .
ઋષભ જિનશ્વર પ્રીતમ માહરોરે, ઔર ન ચાહું કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત ઋષભ ૦ ૧. પ્રીત સગાઈરે જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહિરે, સોપાધિક ધન ખોય. ઋષભ૦ ૨. કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરેરે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિએ સંભવેર, મેળો ઠામ ન થાય. ઋષભ૦ ૩. કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરેરે, પતિરંજન તન તાપ, એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. ઋષભ૦ ૪. કોઈ કહે લીલારે અલખ અલખ તણીરે, લખ પુરે મન આશ, દોષ રહીતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ. ઋષભ૦ ૬. ચિત્ત પ્રસનેરે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદધન પદ રેહ. ઋષભ૦ ૬.
= (૨) શ્રી અજિતનાથ સ્વામીનું સ્તવન 55
( રાગ - આશાવરી, મારું મન મોહ્યુંરે - એ દેશી )
પંથડો નિહાલુંરે બીજા જિન તણોરે, અજિત અજિત ગુણ ધામ; જે તે જીત્યા રે, તેણે હું જિનીયોરે, પુરુષ કિશ્ય મુજ નામ. પંથડો૦ ૧. ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨. પુરુષ પરંપરા અનુભવ જોવતાંરે, અંધોઅંધ પુલાય; વસ્તુ વિચારે? જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં હોય. પંથડો. ૩. તર્ક વિચારેરે વાદ પરંપરારે, પાર ન પહોચે કય; અભિમત વસ્તુ વસ્તુગતે કહેરે, તે વિરલા જગ જોય. પંથડો૪. વસ્તુ વિચારે રે દિવ્ય નયણ તણોરે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગેરે તરતમ વાસનારે, વાસિત બોધ આધાર. પંથડો૦ ૫. કાલ લબ્ધિ લહી પંથ નીહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવેરે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. પંથડો ૬.
૩૨ ૨