________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
વામાનંદન જિનવર મુનિમાંહે વડોરે, કે મુનિમાંહે વડો, જિમ સુરમાંહે સોહે સુરપતિ પરવડોરે, કે સુર૦ જિમ ગિરિમાંહિ સુરાચલ મૃગમાંહે કેસરીરે, મૃ૦ જિમ ચંદન તરૂમાંહિ સુભટમાંહિ સુરઅરીરે. સુ૦ ૧. નદીયમાંહિ જિમ ગંગ અનંગ સુરૂપમાંરે, અનંગ૦ ફુલમાંહિ અરવિંદ ભરતપતિ ભૂપમાંરે, ભઠ ઐરાવણ ગજમાંહિ ગરૂડ ખગમાં યથારે ગરૂડ૦ તેજવંત માંહિ ભાણ વખાણમાંહિ જિનકથારે. ૧૦ ૨. મંત્રમાંહિ નવકાર રત્નમાંહિ સુરમણિરે રત્ન ૦ સાગરમાંહિ સ્વયંભૂરમણ શિરોમણિરે, ૨મ૦ શુક્લધ્યાન જિમ ધ્યાનમાં અંતે નિર્મલપણેરે, અ૦ શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણેરે. સે૦ ૩.
(૨૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન
ગિરૂઆરે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયારે; સુણતાં શ્રવણે અમીઝરે, મ્હારી નિર્મલ થાયે કાયારે, ગિ તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મલ થાઉંરે; અવર ન ધંધો આદરૂં, નિશદિન તોરા ગુણ ગાઉરે. ગિ૦ ૨. ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસેરે, જે માલતી ફુલે મોહીયા, ને બાઉલ જઈ નવિ બેસેરે. ગિ૦ ૩. એમ અમે તુમ ગુણ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે, તે કેમ પરસુર આદરૂં, જે પરનારી વશ રાચ્યા રે. ગિ૦ ૪. તું ગતિ તું મતિ આશરો; તું આલંબન મુજ પ્યારોરે, વચક યશ કહે માહરે, તું જીવન જીવ આધારોરે. ગિરૂઆરે૦ ૫.
(શ્રીમદ્ યશોવિજયજી કૃત ચોવીશી સંપૂર્ણ)
૩૨૧