________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક (૨૧) શ્રી નમિનાથજિન સ્તવન 5
શ્રી નમિ જિનની સેવા કરતા, અલિય વિઘન સવિ દૂર નાસજી, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી. શ્રી૧. મયમત્તા અંગણ ગજ ગાજે, રાજે તેજી તુખાર તે ચંગાજી; બેટાબેટી બંધવ જોડી; લહિયે બહુ અધિકાર શ્રી. ૨. વલ્લભ સંગમ રંગ લહીએ, અણ વાલતા હોય દૂર સહેજેજી, વાંછા તણો વિલંબ ન દૂજો, કારજ સીઝે, ભૂરિ સહેજેજી શ્રી૦ ૩. ચંદ્રકિરણ ઉવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુ ભક્તિ કરે નિત્ય વિનયે, તે અરિયણ બહુ પ્રતાપી જીપેજી; શ્રી) ૪. મંગલ માલા લછિ વિશાલા બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રીનયવિજય વિબુધ પય સેવક, કહે લહિએ સુખ પ્રેમ અંગેજી. શ્રી) ૫.
EE (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
( આટલા દિન હું જાણતો રે હાં - દેશી ) તોરણ આવી રથ ફેરી ગયારે હ; પશુ દેઈ દોપ; મેરે વાલમા; નવભવ નેહ નિવારિયો? હા, શ્યો જોઈ આવ્યા જોશ. મે) ૧. ચંદ્ર કલંકી જેહથીરે હાં, રામને સીતા વિયોગ, મેન્ટ તેહ કુરંગને વયણડેરે હાં, પતિ આવે કુણ લોગ. મે, ૨. ઉતારી હું ચિત્તથીરે હાં, મુક્તિ ધુતારી હેત; મે૦ સિદ્ધ અનંતે ભોગવીરે હાં, તેહશું કવણ સંકેત મે) ૩. પ્રીત કરતાં સોહિલીરે હાં નિરવહતાં જંજાલ. મેવ જેહવો વ્યાલ ખેલાવવોરે હાં, જેહવી અગનની ઝાલ. મે) ૪. જો વિવાહ અવસરે દિઓરે હાં હાથ ઉપર નવિ હાથ. મેવ દીક્ષા અવસર દીજિયેરે હાં, શિર ઉપર જગનાથ. મે૦ ૫. ઈમ વલવલતી રાજુલ ગઈ રે હાં, નેમિ કને વ્રત લીધ, મે૦ વાચક યશ કહે પ્રણમીયેરે હાં, એ દંપતી દોય સિદ્ધ. મેરે વાલમા૦ ૬.
૩ ૨)