________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી મનકાયા કષ્ટ વિના ફલ લહિયે, મનમાં ધ્યાન ધરે ઈ રે. મન, ૩. જે ઉપાય બહુવિધની રચના, યોગ માયા તે જાણોરે મન, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સારાણોરે. મન, ૪. પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજારે મન, વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉંરે મન૦ ૫.
(૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન 5.
| ( નાભિરાયા કે બાગ - એ દેશી ) તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી, લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. ૧. મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી; દોય રીઝણનો ઉપાય, સહાનું કાંઈ ન જુએરી. ૨. દુરારાધ્ય છે લોક, સહુને સમ ન શશીરી; એક દુહવાએ ગાઢ, એક જો બોલે હસીરી. ૩. લોક લોકોત્તર વાત, રીઝ છે દોય જુઈરી; તાત ચક્ર ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી ૪. રીઝવવો એક સાંઈ, લોક તે વાત કરેરી; શ્રી નવિજય સુશિષ્ય, એહિજ ચિત્ત ધરેરી. ૫. ૬ (૨૦) શ્રી મુનિસુવ્રતજિન સ્તવન H
( પાંડવ પાંચે વંદતા - એ દેશી ) મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાયરે; વદન અનોપમ નિરખતાં, મારાં ભવ ભવનાં દુઃખ જાયરે. ૧. મારાં ભવ ભવનાં દુઃખ જાય, જગતગુરુ દીપતો, સુવે એ આંકણી, નિશદિન સૂતાં જાગતાં, હઈડાથી ન રહે દૂરરે; જબ ઉપકાર સંભારીયે, તવ ઊપજે આનંદ પૂરરે. તવ૦ જ૦ સુ૦ ૨. પ્રભુ ઉપકાર ગુણે ભર્યો, મન અવગુણ એક ન માય રે, ગુણ ગુણાનુબંધી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે, તે૦ જ0 સુ૦ ૩. અક્ષય પદ દીયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપરે; અક્ષય સ્વર ગોચર નહીં, એ તો અકલ અમાપ અરૂપ રે. એ જ૦ સુ) ૪. અક્ષર થોડા ગુણ ઘણા, સનના તે ન લિખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મન માંહ પરખાય રે. ૫૦ જ૦ સુ૦ ૫.
૩૧૯