________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દુઃખ સવિ મેટશુંજી. ૧. જાણ્યો જેણે તુજ ગુણ લેશ, બીજારે રસ તેહને મન નવિ ગમેજી; ચાખ્યોરે જેણે અમિ લવલેશ; બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. ૨. તુઝ સમકિત રસ સ્વાદનો જાણ, પાપ કુભકતે બહુ દિન સેવીયુંજી; સેવે જો કર્મને જોગે તોહિ, વાંછે. તે સમકિત અમૃત ધુરે લિખ્યુંજી. ૩. તાહરૂં ધ્યાન તે સમકિતરૂપ, તેહીજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી; તેહથીરે જાએ સઘલાં હો પાપ, ધ્યાતારે ધ્યેય સ્વરૂપ હોયે પિછે જી. ૪. દેખીરે અભુત તાહરૂં રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરેજી. ૫. BE (૧૭) શ્રી કુંથુનાથજિન સ્તવન 5
( સાહેલાં હે - એ દેશી ) સાહેલાં તે કુંથુજિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ; સાવ મુજ મન મંદિર માંહે આવેજો, અરિબલ જીપતો હો લાલ, સા૦ ૧. મિટે તો મોહ અંધાર, અનુભવ તેજ ઝળહલે હો લાલ, સા૦ ધુમ કપાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ, સા૦ ૨. પાત્ર કરે નહિ હેઠ; સુરજ તેજ નવિ છીપે હો લાલ, સા૦ સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હો લાલ, સાવ ૩. જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ, સાવ જેહ સદા છે રમ્ય, પૃષ્ટ ગુણે નવિ કશ રહે હો લાલ, સાવ ૪. પુગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ, સાવ શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઈણિ પરે કહે હો લાલ, સા૦ ૫. EF (૧૮) શ્રી અરનાથજિન સ્તવન 5
(આસરણા જોગી - એ દેશી ) શ્રી અરજિન ભવજલનો તારૂ, મુજ મન લાગે વારૂરે, મન મોહન સ્વામી; બાંહ્ય ગ્રહી એ ભવજલ તારે, આણે શિવપુર આરેરે. મન૦ ૧. તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે. મન પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે. મન૦ ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધીકું, જ્ઞાનીને ફલ દેઈરે,
(૩૧