________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા તમે સાંઈ. શ્રી. ૪. નિરાગી શું રે કિમ મીલે, પણ મલવાનો એકાંત; વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્તિ એ કામણ તંત શ્રી 5 (૧૨) શ્રી વાસુપૂજયસ્વામિ જિન સ્તવન HE
( સાહેબા મોતીડો હમારો - એ શ્રેશી ) - સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચોરી લીધું, સાહેબા વાસુપૂજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય. એ આંકણી) અમે પણ તુમશું કામણ કરશું, ભકિત ગ્રહી મન ઘરમાં ધરશું. સાહેબા ૧. મન ઘરમાં ધરીયા, ઘરશોભા દેખત નિત્ય રહેશો; થિર થોભા મન વૈકુંઠ અકુંઠિત ભગતે, યોગી ભાખે અનુભવ યુકતે. સાવ ૨. કલેશે વાસિત મન સંસાર, ફ્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, તો અમે નવનિધિ ઋદ્ધિ પામ્યા. સા૦ ૩. સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા, અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા૦ ૪. ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશું મલશું, વાચક યશ કહે હેજે હલશું. સાવ ૫.
(૧૩) શ્રી વિમળનાથ-જિન સ્તવન BE ( નમો રે નમો શ્રી શેત્રુંજા ગિરિવર - એ દેશી )
સેવો ભવિયાં વિમલ જિણેસર દુલહા સજ્જન સંગાજી; એહવા પ્રભુનું દરિસન લેવું, તે આસ માંહે ગંગાજી. સેવો૦ ૧. અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો૦ ૨. ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સેવો) ૩. તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લોકે આંજિજી, લોયણ ગુરુ પરમાનંદિએ તવ, ભ્રમ નાંખે સવિ ભાંજિજી સેવો) ૪. ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરૂં મન ખોલીજી; સરલ તણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી. સેવો) ૫. શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે
૩૧ ૬